કોમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ભારતીય પહેલવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રેસલર સુશીલ કુમારે 74 કિલો ફ્રી સ્ટાઈલ. રાહુલ અવારે 57 કિલો ફ્રી સ્ટાઈલ, બબિતા કુમારીએ 53 કિલો (નાર્ડિક સિસ્ટમ) અને કિરણે 76 કિલો ફ્રી સ્ટાઈલમાં પોતાનો મુકાબલો જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ રીતે ભારતના ચાર મેડલ નક્કી થઈ ગયા છે. ભારત આ કોમન વેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 24 મેડલ ) 12 ગોલ્ડ, 4 સિલ્વર અને 8 બ્રોન્ચ) જીતી ચૂક્યુ છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા ક્રમે છે.
ભારતના સુશીલ કુમારે 74 કિલોની કેટેગરી સ્પર્ધાના ફાઈનલમાં એન્ટ્રી કરી લીઘી છે. સુશીલે પહેલા મેચમાં કેનેડાના જેવોન બાલફોરને 11-0થી હરાવ્યો હતો. સુશીલે બીજા રાઉન્ડમાં પાકિસ્તાનના અસદ બટને 10-0થી હરાવ્યો હતો. સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કોન્નૂર ઈવાંસે ફાઉલ કરી દીધું હતું અને સુશીલ કુમાર ફાઈનલ મેચમાં પહોંચી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com