એવું કહેવાય છે કે સુવાવડ બાદ સ્ત્રીનો બીજો જન્મ થાય છે સુવાવડનો દુ:ખાવો એટલો વધુ હોય છે કે તેને સહ્યા બાદ એ સ્ત્રીની બધી શક્તિ જાણે હણાય જાય છે. અને નવ મહિના સુધી બાળકને પેટમાં ઉછેર્યા બાદ તેનો જન્મ થાય છે તો તેના શરીરમાં પણ અનેક બદલાવ આવે છે, તેવા સમયે સુવાવડીનો ખોરાક જ તેને પુત્રી શક્તિ પુરી પાડી શકે છે અને એટલે જ પહેલાના જમાનાથી લઇ અત્યાર સુધી સુવાવડીના ખોરાકમાં એક મહત્વની વસ્તુ હયાત છે. જે છે ઘી….તો આવો જાણીએ એ કઇરીતે તેને મદદરૂપ થાય છે.
હાડકા માટે ગ્રીસનું કામ કરે છે ઘી…
બાળકને જન્મ આપ્યા બાદ માતાના શારિરીમાં ખુબજ નબળાઈ આવી હોય છે અને હાડકાને પણ પહેલા કરતા વધી ગ્રીસની જરૂરત હોય છે. સાંધામાં આવેલી ગ્રીસની કમીને ઘી પુરી કરે છે એટલે જ સુવાવડીને ઘી આપવું જરૂરી છે.
બાળકના સ્તનપાન માટે ઉપયોગી
બાળક જન્મ છ મહિના સુધી સંપૂર્ણપણે સ્તનપાન પર નિર્ભર હોય છે તેવા સમયે માટે માતાએ પોતાના આહારમાં પોષણક્ષમ સમાવેશ કરવો જોઈએ અને ઘીમાં અનેક પ્રકારના પોશાક તત્વો રહેલા હોય છે એટલે જ માટે તેન સમાવેશ કરવો જોઈએ જેથી બાળકને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળતું રહે.
પેટની સમશ્યાઓને દૂર કરે છે…
ડીલીવરી પહેલા અને પછી અનેક સ્ત્રીઓને પેટને સંબંધિત સમશ્યાઓ રહેતી હોય છે જેમ કે કબજિયાત, એસીડીટી વગેરે. ઘીમાં એવા પોશક તત્વો રહેલા છે જેનાથી આ પ્રોબ્લેમ દૂર થાય છે.
માઈગ્રેનને દૂર કરે છે.
ઘી એટલું ગણ કારી હોય છે જેનાથી સુવાવડ બાદ પણ જો તે પ્રોબ્લેમ રહેતો હોય તો ઘીના સેવનથી તેમાં રાહત મળે છે.