આજકાલના બદલાતા સમયમાં વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે લોકોની લાઇફમાં ફાસ્ટ ફુડ અને જંક ફુડે એક મહત્વનું સ્થાન લઇ લીધું છે. એટલુ જ નહિં કેટલાક પુરુષો ઉપરાંત મહિલાઓને સરળ રીતે કોલ્ડ ડ્રીંક્સની સાથે સિગારેટ ફૂંકતા જોઇ શકીએ છીએ.
ઘણી ઓછી મહિલાઓને ખબર હશે કે આ ચીજોનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી લગ્ન બાદ મહિલાઓને માં બનવામાં સમસ્યા આવી શકે છે. ડોક્ટરોનું માનીએ તો આ મીટા ઝેર કરતા કંઇ ઓછુ નથી.
ભોજન આપણા માટે એક આધાર જેવો હોય છે. આપણા મગજનો વિકાસ, શરીરમાં ફેરફાર અને બધી એક્ટીવિટિઝ ભોજનથી જ થાય છે. ભોજન વગર આપણુ શરીર કાર્ય કરી શકે નહિં. જે મહિલાઓ સ્મોકિંગ અને કોલ્ડ ડ્રિંક્સ સાથે લે છે. એ લોકો જાણી લે કે સ્મોકિંગમાં આલ્કોહોલ અને કોલ્ડ ડ્રીંકમાં સોડા અને ગેસ હોવાથી પ્રજનન ક્ષમતા પર તેની અસર થાય છે.
આ વાતને લઇને ઘણા સંશોધનો પણ થયા છે. જેમાં જાણવા મળ્યુ છે કે ગર્ભધારણ કર્યા બાદ અથવા પહેલા મહિલાઓએ એનુ સેવન કરવુ જોઇએ નહિં.