ઘણા બધા લોકોમાં બાળપણથી જ બહેરાશની સમસ્યા હોય છે પરંતુ કેટલાક લોકો એવા છે, જેમની કોઇ દુર્ઘટનામાં સાંભળવાની શક્તિ જતી રહે છે. જેનાથી માણસ બહેરો થઇ જાય છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે જ્યારે વ્યક્તિની ઉંમર વધવા લાગે છે ત્યારે સાંભળવાની શક્તિ ધીરે ધીરે ઓછી થઇ જાય છે. એવામાં ઘણા લોકો ટ્રીટમેન્ટ અને દવાનો સહારો લે છે પરંતુ બહેરાશથી છુટકારો મેળવવામાં સફળ થતા નથી. જો તમને પણ ઓછું સંભળાય છે અને બહેરાશની સમસ્યા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસ્ખા બતાવીશું, જેના ઉપયોગથી બહેરાશથી છુટકારો મેળવી શકાશે.
આ નુસ્ખાને અપનાવા પહેલા તમારા કોઇ સારા ડોક્ટરની સલાહ જરૂરથી લો કારણ કે આ પ્રક્રિયા કોઇક કોઇક પર જ પોતાની અસર દેખાડે છે.
જરૂરી સામગ્રી
2-4 લસણની કળી
1 મોટી ચમચી જૈતૂન તેલ
15 મિલી ડુંગળીનો રસ
એક કપમાં જૈતૂનનું તેલ મિક્સ કરીને એમા 3-4 લસણની કળીઓનો રસ મિક્સ કરી દો. હવે આ મિક્સચરમાં ડુંગળીનો રસ સારી રીતે મિક્સ કરી દો. ડ્રોપરની મદદથી આ મિશ્રણના 3-4 ટીપા કાનમાં નાંખો, અને પછી કાનને રૂ થી ઢાંકી દો.