અરબ સાગરને અડીને ૧૫૦ કિ.મી. સુધી ફેલાયેલુ રણ, બાજુમાં ૧૦૦૦ ફુટ ઉંચા રેતીના પહાડો પરથી પસાર થતી નદી. ડાબી બાજુ દુનિયાનો સૌથી વિશાળ મડ જ્વાળામુખી તેમજ જંગલોની વચ્ચે દુર દુર સુધી ફેલાયેલો સન્નાટો આ રસ્તાઓની વચ્ચે સ્થિત દેવીમાતાનું પહેલું સ્થાન માનવામાં આવતુ પાકિસ્તાનમાં આવેલુ એકમાત્ર શક્તિપીઠ હિંગળાજ મંદિર અહીં પહોંચવાનો રસ્તો ખૂબ જ અઘરો છે ૧૦૦૦ ફુટ ઉંચા પહાડો, દૂર દૂર સુધી ફેલાયેલુ રણ તેમજ ત્યાર બાદ આવતું જંગલ તેમજ ૩૦૦ ફુટ ઉંચુ જ્વાળામુખી તેમજ ડાકુઓની ભય તો ખરો જ આ મંદિરને બોમ્બથી ઉડાડવાના આતંકી કાવતરાને હિંદુઓ અને બલૂચિ મુસ્લિમોએ મળીને અનેકવાર નિષ્ફળ બનાવ્યું છે, પાકિસ્તાન – હિંદુ સેવાના પ્રેસિડેન્ટ સંજેશ ધનજાના જણાવ્યાં પ્રમાણે સુરક્ષાના નામે કોઇ પાકિસ્તાની રેન્જર નથી હોતી કે કોઇ પર્સનલ સિક્યોરિટી પણ નથી આ જગ્યાએ લોકો ૪૦ થી ૩૦ના ગૃપમાં જ જાય છે. તેમજ અહીં એકલા યાત્રા કરવાની મનાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.