આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સી, ર્વ્ચુઅલ રિઆલીટી, ચેટબોટ અને વેબ એસેમ્બલી જેવી તકનીકોથી વિશ્ર્વમાં ડિજિટલ ક્રાંતિ સર્જાશે
આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસથી નવીનતમ ઉપકરણો સુવિકસીત થયા છે. જે દ્વારા આજનું જીવન ઘણું સરળ બન્યું છે. હાલ, જે રીતે ટેકનોલોજીઓ પર કામ થઈ રહ્યું છે. જેનાથી આપણી દુનિયામાં દરેક વસ્તુ ડીજીટલ થઈ રહી છે. નવા સોફટવેર, એપ્લીકેશન અને નવા-નવા ઉપકરણો આપણા જીવનને સરળ બનાવી રહ્યા છે. અદ્વિતીય ટેકનોલોજી પાસે આખા વિશ્ર્વને બદલી નાખવાની ક્ષમતા છે. અહિંયા દસ ટેકનોલોજીઓ એવી છે કે જે ડીજીટલ ક્રાંતિ સર્જશે તો ચાલો, જાણીએ આ દસ ટેકનોલોજી અંગે.
– આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સી:
આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સી દરેક ચીજવસ્તુઓને બદલી નાખશે. જેવી રીતે માણસ કામ કરે છે તે રીતે આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનિક દ્વારા મશીનો કામ કરી શકશે. આ અંગે મુરે ન્યુલેન્ડ્સે જણાવ્યું કે, અમે મશીનોની સાથે વધુ વાતચીત કરીશું અને તેને કઠિન કામના સ્તર ઉપર લઈ જઈશું. આ મારા વ્યવસાયને સકારાત્મક ‚પથી પ્રભાવિત કરે છે. કારણકે હું ચેટબોટ તકનીક પર કામ કરુ છું.
– ર્વ્ચુઅલ રિયાલીટી:
ર્વ્ચુઅલ રિયાલીટીનો શાબ્દિક અર્થ આભાસી વાસ્તવિકતા એમ થાય છે. ર્વ્ચુઅલ રિયાલીટીને ઉદાહરણ દ્વારા સમજીએ તો, જો તમે ઘરનું નિર્માણ કરતા હોય તો આ એક વેબસાઈટ સુવિધાનો સમાવેશ ઘણી ફાયદાકારક થઈ શકે છે. જે મુલાકાતીઓ વી.આર.ગોગ્લસ (ચશ્મા)નો ઉપયોગ કરી ઘરથી ચાલી શકે છે.
– ચેટ બોટ:
ચેટબોટ અંગે અમેરિકન એડિકશનના એન્ડયુ ઓ.કોંનોરે જણાવ્યું કે, તે ગ્રાહકોના અનુભવમાં વધારો કરવામાં મદદ‚પ થશે. તે એક માનવ ઉપકરણ બની જશે. મારા બિઝનેશમાં આ ચેટ બોટ ગ્રાહકોની સાથે વધુ સંચાર બનાવી રાખવા માટે વધુ ડેટા અને જાણકારી એકત્રિત કરવામાં મદદ કરશે.
– વેબએસેમ્બલી:
વેબ એસેમ્બલીએ વેબ માટેનું એક નવું બાયનરી ફોરમેટ છે. ફયુચર હોસ્ટિંગના વિક પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એપ્લીકેશનોને વેબ એસેમ્બલી માટે સંકલિત કરવામાં આવે છે. જેથી કરીને નેટીવ એપ્લીકેશનોના ‚પમાં તેને ઝડપથી ચલાવી શકાય. આથી બ્રાઉઝરમાં ચાલનારી ગેમ્સને સંખન્ન‚પથી ચલાવી શકાશે.
– ઈન્ટેલીજન્ટ વર્બલ ઈન્ટરફેસ:
ઈન્ટેલીજન્ટ પર્સનલ આસિસ્ટન્ટની બોલી આદેશની સાથે સાથે તેની સ્પિચ પણ ઝડપથી વિકસિત થઈ રહી છે. વર્બલ ઈન્ટરફેસથી કમ્પ્યુટરના અને માઉસ ઝડપથી દુર થઈ જશે અને તેનું સ્થાન ઈન્ટેલીજન્સ વર્બલ ઈન્ટરફેસ લેશે. આનાથી કાર્યાલયોમાં કર્મચારી ગતિશીલતામાં વૃદ્ધી થશે તેમજ અંતરાળ વિસ્તારોમાં રોજગારી ઉભી થશે.
– નોટ વિઆર:
આવનારા પાંચ વર્ષમાં નોટ વીઆરની મોટા પાયે અસર વર્તાશે. વી.આર. હજુ વિચિત્ર બ્રહ્માંડમાં છે. જે એક તકનીક છે પરંતુ એ બિલકુલ સ્પષ્ટ નથી કે આ આપણા વ્યવસાયોને કેવી રીતે અસર કરશે અને કેવી રીતે ઉપયોગી બનશે. જો કે, આવતા પાંચ વર્ષમાં વી.આર ગેમ ચેન્જર બનવા માટે પ્રતિમાન‚પથી બદલી રહ્યું છે.
– લાઈવ સ્ટ્રીમ:
લાઈવ સ્ટ્રીમ એ એક એવી તકનીકી છે જેના દ્વારા આખું વિશ્ર્વ એક પ્લેટફોર્મ બનશે. દુનિયાભરમાં કોમ્યુનિકેશનના ઘણા રસ્તાઓ હોવા છતા કોઈ પણ ગ્રાહક કંપની સાથે વ્યકિતગત અનુભવ કરવા માંગે છે. પરંતુ લાઈવ સ્ટ્રીમથી ઓથેન્ટિક એકસપીરીઅન્સ મળી રહેશે.
આમ, આ ઉપકરણો દ્વારા વિશ્ર્વમાં એક ડીજીટલ ક્રાંતિ સર્જાશે.