- વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આ-તંક આવ્યો સામે
- કારચાલક દ્વારા બાઈકને સામાન્ય ટક્કર લાગવાથી બબાલ સર્જાઇ
- કારમાં સવાર માતા પુત્ર પર હુ-મલો
- મહિલાને ઇજાગ્રસ્ત થવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગતા બબાલ સર્જાઇ હતી. ત્યારબાદ બાઈક ચાલક દ્વારા તેમના મળતીયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુ-મલો કરી કારમાં તોડફોડ કરવામાં આવી હતી. મહિલાને ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ વરાછા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આ-તંક સામે આવ્યો છે. કારચાલક દ્વારા બાઈકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બબાલ સર્જાઇ હતી. ત્યારબાદ બાઈક ચાલક દ્વારા તેમના મળતીયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુ-મલો કરવામાં આવ્યો હતો. આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી. મહિલા ને બીજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અંગેની જાણ થતા વરાછે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આકાર ચાલક થી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી. જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા બાઈક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ કારમાં બેસેલી મહિલા સાથે બોલા ચાલી કરી હતી. ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી.
રોડ પર જ આ તમામ દ્રશ્યો સર્જાયા હતા દરમિયાન બાઇક ચાલકે તેના મળતીયાઓને બોલાવી લેતા 8 થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુ-મલો કરી દીધો હતો. આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી. કારના તમામ કાચ તોડી રાખવામાં આવ્યા હતા. રોડ પર જ તોડફોડ અને મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ બાબતે જાણ થતા વરાછા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. દરમિયાન કારમાં સવાર મહિલાને માર મારવામાં આવી હોવાથી ઈજા પહોંચી હતી. જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવિજ હાથ ધરવામાં આવી છે. જોકે સામાન્ય બાબતોમાં થયેલી આ બબાલમાં થોડા સમય માટે વાતાવરણ ઊગ્ર બની ગયું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય