- સચિનના સેજલ નગરમાં અસામાજિક તત્વોનો આ-તંક આવ્યો સામે
- રિક્ષામાં આવેલા ઈસમોએ 4થી 5 લોકો પર ચપ્પુ વડે કર્યો હુ-મલો
- ઘટના બાદ ખૂબ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો કર્યો પ્રયાસ
- લોકોએ પોતાનો બચાવ કરવા અસામાજિક તત્વો પર પથ્થરમારો કર્યો
- ચપ્પુ સાથે લોકો પર હુ-મલો કરતાં અસામાજીક તત્વો CCTVમાં થયા કેદ
છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી ઘટનાઓના કારણે લોકોને આર્થિક અને માનસિક રીતે પરેશાન થવાની વારી આવી છે. જાહેર માર્ગો પર જતા વાહનચાલકોને પજવવામાં આવતા સ્થાનિકો અમુક વિસ્તારોમાં જતા અચકાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં આવી ઘટના સામે આવી છે.
સુરતના સચિન વિસ્તારમાં સેજલ નગરમાં અસામાજિક તત્વોનો આ-તંક સામે આવ્યો છે. જેમાં રિક્ષામાં આવેલા શખ્સોએ 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જોકે ઘટના બાદ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોએ પોતાનો બચાવ માટે શખ્સો પર પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતાં અસામાજીક તત્વો કેમેરામાં કેદ થયા હતા. જેના થકી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ સર્જાતા સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.
સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો ઝઘડો હિંસક બન્યો પ્રાથમિક માહિતી મુજબ, આ આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલી બોલાચાલીથી શરૂ થઈ હતી. બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી જ વારમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. રિક્ષામાં આવેલા ચારથી પાંચ શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધુ અને હિંસક હુમલો કર્યો હતો. એક બાદ એક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો.
લોકોએ બચવા માટે પથ્થરમારો કર્યો સેજલનગર ગ્રાઉન્ડમાં આ તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા. લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતાં. આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બનાવના વીડિયોની તપાસ કરવામાં આવી છે અને તેના આધારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે અને હુમલાનું સાચું કારણ શું છે? તે ઝડપથી બહાર આવશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય