ડુકાટીની લોકપ્રિય બાઇક ‘સુપર સ્પોર્ટ’ સીરીઝની બે નવી બાઇક્સની લોન્ચિંગ તારીખ સામે આવી ગઇ છે. ભારતમાં આ બાઇક્સ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે લોન્ચ કરવામાં આવશે.

આ સુપર સ્પોર્ટ બાઇકને પહેલીવાર 2016 EICMA મોટર સાઇકલ શોમાં રજુ કરવામાં આવી હતી.

ડુકાટી ૯૫૯ પૈનીગેલ એક ફોકસ્ડ મશીન છે. અને હાઇપર મોટાર્ડ ૯૩૯ મોટાર્ડ ટાઇપ સ્ટ્રીટ નેકડ બાઇક છે. નવી સુપર સ્પોર્ટ બાઇક બંને બાઇકનું મિશ્રણ છે. હકિકતમાં આ ડુકાટીની સ્ટ્રીટ ફ્રેન્ડલી બાઇક હશે.

ડુકાટીની આ એક પ્રોપર સ્પોર્ટ્સ ટુર બાઇક હશે. તેની સ્ટાઇલ ડુકાટી પૈનિગલ સીરીઝની બાઇક્સની લેવામાં આવી છે. તેમા એશો ડાયનેમિક્સનો પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બાઇકના એન્જિનને ડુકાટી હાઇપર મોટાર્ડ ૯૩૯ પરથી લેવામાં આવ્યું છે જેL-Twinએન્જિન ૧૧૦ હોર્સપાવરનો પાવર જનરેટ કરે છે.

ભારતમાં ડુકાટીના ડીલર્સે નવી સુપરસ્પોર્ટ અને સુપર સ્પોર્ટ ૫ બાઇક્સની શ‚ કરી દીધી છે. જેની કિંમત ૧૩ લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.