ઉનાળાનાં દિવસોની ગરમ શરુઆત થઇ જ ચુંકી છે. ત્યારે આંખોને તડકાથી રક્ષણ આપવા વિવિધ પ્રકારે સનગ્લાસીસનો ઉપયોગ થતો આવ્યો છે. ત્યારે તમારા ઓલ્ડ ફેશન એવા ડબલા જેવા ગોગલ્સને અલવિદા કહી આ નવી સ્ટાઇલના સનગ્લાસને આવકારો અને સ્ટાઇલીશ લૂક મેળવો.
– ટ્રેન્ડીંગ ગોગલ્સ : –
જે તમને તડકાથી તો રક્ષણ આપે જ છે સાથે સાથે વેસ્ટર્ન આઉટફીટ પર પણ તમારા લૂકને વધુ આકર્ષિત બતાવે છે.
– રાઉન્ડ શેપ સનગ્લાસીસ :-
રાઉન્ડ શેપનાં બ્લુ લેંસીસ વાળા સનગ્લાસ તમે ટ્રાઇ કરી શકો છો. જે તમને ફેશનેબલ લુક આપે છે.
– હાર્ટ શેપ સનગ્લાસીસ :-
જો તમારે ફંકી લૂક મેળવવો છે તો તેના માટે તમારે મેટલ અને ગ્લોસથી બનેલાં હાર્ટ શેપનાં સનગ્લાસ ટ્રાઇ કરી શકો છો. જેની ખાસિયત એ છે કે જે તમને સુંદર લુક આપે છે.
– કેટ આઇ સનગ્લાસીસ : –
જો તમે કોઇ ખાસ મિત્ર સાથે ફરવા જઇ રહ્યા છો અને યુનિક લૂક ઇચ્છો છો તો તેના માટે કેટ આઇ સનગ્લાસીસ બેસ્ટ ઓપશ્ન છે.
– બટર ફ્લાય સનગ્લાસીસ :-
કોલેજીયન યુવતી તેના લુકને લઇને ખૂબ સેન્સેટીવ હોય છે ત્યારે બેસ્ટ અને યુનિક લૂક માટે તેને બટર ફ્લાય સનગ્લાસીસ ટ્રાય કરવા જોઇએ.