- વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ લેવાયા પગલા
- અમદાવાદના 28 PIની કરાઈ આંતરિક બદલી
અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિક દ્વારા અમદાવાદ શહેરના 28 PIની આંતરિક બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ લુખ્ખાતત્વોની ડંડાવાળી કરવામાં આવી હતી.
રાજ્યમાં લુખ્ખાતત્વોનો આ-તંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આ-તંકની ઘટના સામે આવી હતી. જેમાં કેટલાક લુખ્ખાતત્વો દ્વારા સ્થાનિકોને હેરાન કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વીડિયો વાયરલ થતા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને ઘટનાની રાત્રિએ જ ઇસમોની ધકપકડ કરીને ડંડાવાળી કરી હતી.
આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તથા તેમના ગેરકાયદેસર રહેઠાણોને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનામાં તોફાનીઓની ધમાલ બાગ પોલીસ પર ગાજ કાઢવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં રામોલના PI એસ.બી. ચૌધરીની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના 28 PI ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રામોલ PI એસ.બી.ચૌધરીની બદલી કરીને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 4 PIને પોસ્ટિંગ અપાયા છે. જેમાં બાપુનગર PIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આ-તંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. અત્યાર સુધી આ મામલે પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને હજુ 3-4 આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે. તેમાંથી ઘણાંના પરિજનોને મકાનોના લીગલ પુરાવા રજૂ કરવા ચેતવણી આપી દેવામાં આવી છે. જો તેઓ તેેેેમાં નિષ્ફળ રહેશે તો બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.