સોમવારથી પુર્ણે અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ડુરોન્ટો સ્પેશિયલ દોડશે અને ટ્રેન મુંબઇના વસઇ રોડથી પસાર થશે. આજથી ટ્રેન નંબર 02298 પુના- અમદાવાદ દર સોમવારે, ગુરૂવારે અને શનિવારે રાત્રે 9.35 વાગ્યે પુનાથી દોડશે. સીનીયર અધિકારીના જણાવ્યું કે ટ્રેન રાત્રે 10.18 વાગ્યે લોનાવાલા સ્ટેશન પર વિરામ લેશે અને બીજો હોલ્ટ વસર રોડ સ્ટેશન 12.40 કલાકે પહોચશે. બાદ અમદાવાદ 6.40 વાગ્યે એ પહોંચશે. આ ટ્રેનમાં એસી. 1,ર, અને 3 ટાયર કોચ હશ. પરત આવતા ટ્રેન નંબર 02297 અમદાવાદ-પુના 16માર્ચથી દર મંગળવાર, શુક્રવાર અને રવિવાર રાત્રે 10.30 વાગ્યે અમદાવાદથી ઉપડશે. તે સવારે 3.45 વાગ્યે વસઇ રોડ સ્ટેશન પર પહોંચશે. અને પુના 7.10 કલાકે સવારે પહોંચશે.
પૂના-અમદાવાદ વચ્ચે દોડશે આ સ્પેશિયલ ટ્રેન, પી.આર.એસ. કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ટિકિટ થશે બુક
Previous Articleડેન્વરમાં હિમપ્રતાપથી હાહાકાર: 30 ઈંચ બરફ પડતા 2000 ફલાઈટસ રદ
Next Article BCA, MCA જેવા કોર્ષ છોડો, “ડેટા સાયન્સ” અપનાવો