15 વર્ષ બાદ પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ ટ્રેનમાં બેસીને રેલયાત્રા કરવાના છે. રાષ્ટ્રપતિ કોવિંદ ખાસ પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં બેસી કાનપુરથી લખનઉની દોઢ કલાકની મુસાફરી કરશ. રાષ્ટ્રપતિ જે 448 વર્ગફૂટના પ્રેસિડેન્શિયલ સુઇટમાં કાનપુરની ગંગા નદી જેવા મનોરમ્ય દ્રશ્યોનો આનંદ માણતા લખનઉનો પ્રવાસ કરશે. આ ટ્રેનમાં રાષ્ટ્રપતિ માટે ખાસ કેબિન તૈયાર કરવામાં આવી છે જેનું નામ નવરત્ન રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં નવરત્નની સાથે મોતી, હિરા, નીલમ, ફિરોઝા, મોંગા અને પુખરાજ પણ એક માળા તરીકે હશે. આ નામ એ ડિલક્સ, જનિયર સુઇટ અને સુઇટના છે જે પ્રેસિડેન્શિયલ સુઇટ નવરત્નની સાથે જોડાયેલા હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 જુને સવારે અંદાજે 10.30 વાગ્યે કાનપુર સેન્ટ્રલથી 14 ડબ્બાની ટ્રેનમાં રવાના થશે.
આ વખતે મહારાજા એક્સપ્રેસને પ્રેસિડેન્શિયલ ટ્રેનમાં બદલી નાખવામાં આવી છે. આવું એટલા માટે કારણ કે જે પ્રેસિડેન્શિયલ સૈલૂન રાષ્ટ્રપતિ માટે બનાવવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ટ્રેનમાં અલગ અલગ ક્લાસના સુઇટ પણ હશે. જેમાં કુલ 42 કેબિનમાં એક સાથે 87 લોકોની ક્ષમતા ધરાવે છે. રાષ્ટ્રપતિની સાથે રહેતા તેમના સ્ટાફ અને સુરક્ષા અધિકારીઓની સાથે રેલવે બોર્ડના અધિકારીઓ આ આલિશાન સુઇટમાં જ સફર કરશે.
પ્રેસિડેન્શિયલ સુઇટની ખાસિયત
રાષ્ટ્રપતિ જે પ્રેસિડેન્શિયલ સુઇટમાં યાત્રા કરશે તેમાં 80*60 ઇંચનો એક ડબલ બેડ હશે. એ સિવાય બે બેડરૂમ, લિવિંગ એરિયા, ડાઇનિંગ રૂમ, મોર્ડન પ્રાઇવેટ બાથરૂમ, સોફા, ટેબલ, લાઇવ ટેલિવિઝન જોવાની સુવિધા અને વાઇફાઇ, ડાયરેક્ટ ડાયલ ટેલફોન અને ચેનલ મ્યૂઝિકની સુવિધા પણ હશે.
પેલેસ ઓન વ્હીલની થીમ આધારીત દેશમાં ડિલક્સ ટ્રેન મહારાજા એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી હતી. આ ડિલક્સ ટૂરિસ્ટ ટ્રેનમાં મોટાભાગે વિદેશી પ્રવાસીઓ ભારત દર્શન માટે આવે છે. આ ટ્રેન વારાણસી થઇને લખનઉ પણ આવે છે. જ્યાં ઉતરેટિયામાં વિદેશી પ્રવાસીઓને લઇને લખનઉમાં કથ્થક ઘરાના સાથે રૂબરુ કરાવવામાં આવે છે. અહીંના ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવે છે જેઓ બે દિવસ સુધી લખનઉંમાં રોકાય છે.