આમ તો કલકતા અને બંગાળ બાજુ દરેક પ્રકારની સ્વીટ ડિશ બનાવમાં આવે છે પરંતુ એક ડિશ એવી છે જે બંગાળના દરેક ઘરો માં દરેક તહેવારમાં બનાવમાં આવે છે એ છે મિષ્ટિ દોઈ…તો ચાલો જાણીએ બંગાળની આ સ્પેશિયલ સ્વીટ ડિશની રેસીપી વિષે…
સામગ્રી
- દૂધ-750 મિલીલીટર
- ખાંડ-7 ટેબલ સ્પૂન
- પાણી –જરૂર મુજબ
- તાજું દહી-1 કપ
- બદામ- ગર્નિશિંગ માટે
બનવાની રીત
એક પેનમાં દૂધ ગરમ કરો ત્યાં સુધી તેને ઉકાળો જ્યાં સુધી તે અડધું ના થાય જાય.તીર બાદ એક પેનમાં ખાંડ નાખો અને તેને ધીમી આંચે ગેસ પરને પીગળવા ડો પરંતુ એ વાતનું ધ્યાન રાખો તે ખાંડ બળીના જાય તે માટે તેને હલાવતા રહો.ખાંડ પિગળ્યા બાદ ગેસ બંધ કરી તેમાં પાણી ઉમેરો ત્યાર બાદ દૂધમાં તેને મિક્સ કરી તેને ઠંડુ થવા રાખો. ઠંડુ થયા પછી તેમાં તાજું ડાહી મિક્સ કરો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી ઉપર એલ્યુમિનિયમ ફોઈલ કવર લાગવો અને 10-12 કલાક માટે તેને ફ્રીજમાં ઠંડુ થવા દો.ઠંડુ થયા બાદ તેને બદામથી ગાર્નિશ કરો.