આઇફોન 13 મોડેલ
એપલ વપરાશકર્તાઓ માટે ગત રાત્રે એટલે કે 14 સપ્ટેમ્બરની રાત્રે વર્ચ્યુઅલ ઇવેન્ટ દ્વારા આઇફોન-13 લોન્ચ થયો. આ નવી સિરીઝની ડિઝાઈન આઇફોન 12 સીરીઝની સરખામણીએ કોઈ ખાસ એવો ફેરફાર નથી. ડિઝાઇન અંગે કોઇ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.
આઇફોન 13 સિનેમેટિક મોડ
પરંતુ, આઇફોન 13 લાઇનઅપમાં વપરાશકર્તાઓને કેમેરા સંબંધિત ઘણા બધા અપગ્રેડ જોવા મળશે. આવી જ એક સુવિધા છે સિનેમેટિક મોડ કે જેના દ્વારા વપરાશકર્તાઓ ફિલ્મોના શૂટિંગની જેમ વીડિયો રેકોર્ડ કરી શકશે.નવા iPhone 13 મોડલમાં નવો સિનેમેટિક મોડ આપવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરી વપરાશકર્તાઓ ફિલ્મની જેમ વીડિયો શૂટ કરી શકશે. સિનેમેટિક મોડમાં કેમેરાની ફોકસ ક્ષમતા પ્રોફેશનલ કેમેરા જેવી હશે.
આઇફોન 13 કેમેરા
‘રેક ફોકસ’ એબીલીટી આ મોડમાં આપવામાં આવી છે. જેથી તે ઓબ્જેક્ટને ટ્રેક કરી શકે અને ખૂબ જ સરળ રીતે ફોરગ્રાઉન્ડથી બેકગ્રાઉન્ડમાં ફોકસને આપોઆપ ખસેડી શકે.આ માટે ફોનમાં ખાસ કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી એબેલીટી આપવામાં આવી છે. તમે શૂટિંગ દરમિયાન અથવા શૂટિંગ પછી પણ ફોકસને બદલી અથવા લોક કરી શકશો.
એપલે કહ્યું કે સિનેમેટિક મોડ દ્વારા ‘પીપલ, પેટસ અને ઓબ્જેક્ટ્સ’ સુંદર ડેપ્થ ઈફેક્ટ સાથે રેકોર્ડ કરી શકાય છે. આ ઉપરાંત, ઓટોમેટિક ફોકસ ચેન્જ પણ અહીં જોવા મળશે. વપરાશકર્તાઓ ફોટો એપ અને iMovieમાં કેપ્ચર કર્યા પછી પણ બોકેહને એડજસ્ટ કરી શકશે.
આઇફોન 13 હેન્ડસેટ
આઇફોન 13 હેન્ડસેટ એકમાત્ર એવા ઉપકરણો છે જેમાં વિડીયોમાં રેકોર્ડિંગ કર્યા પછી પણ વિડીયોમાં ડેપ્થ ઓફ ફિલ્ડ ઇફેક્ટ એડજસ્ટ કરી શકાય છે. સિનેમેટિક મોડ ડોલ્બી વિઝન HDRમાં વિડિયો રેકોર્ડ કરે છે. આ કેમેરા ટ્રિક iPhone 13ના A15 બાયોનિક પ્રોસેસરને કારણે શક્ય બની છે.