– શાઓમીએ ભારતમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. ૫ સપ્ટેમ્બરે કંપની એક ડ્યુલ બેક કેમેરા સેટ અપ વાળો ફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ અંગે ટ્વિટર પર કંપનીએ જાણકારી આપી છે. કે આ બે બેક કેમેરાવાળો ફ્લેગ શિપ સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન xiaomi mi 5x હોઇ શકે છે.
૫ સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ ઇવેન્ટ
– શાઓમીના ગ્લોબલ એકાઉન્ટથી કરવામાં આવેલા ટ્વિટમાં ૫ સપ્ટેમ્બરના રોજ લોન્ચ ઇવેન્ટની જાહેરાત કરવામાં આી છે. અલગ અલગ ટ્વિટરમાં શેર કરેલા ટિઝરમાં એક સેન્સર મોટુ અને એક નાનુ દેખાઇ રહ્યુ છે જો કે કંપનીએ ફોનનું નામ જાહેર કર્યુ નથી.
– ચીનમાં શાઓમી mi 5x જુલાઇમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં 5.5ઇંચની કુલ ડિસ્પ્લે છે. શાઓમીના આ ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર સાથે 4 GB RAM, 64 GB સ્ટોરેજ મેમરીને 129 GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
– શાઓમી mi 5x માં 12 MP બે બેક કેમેરા આપવામાં આવ્યા છે. જેમાંથી એક વાઇડ એંગલ કેમરો અને બીજો ટેલીફોટો કેમેરા છે. જેમાં આઇફોન ૭ પ્લસ અને વન પ્લસ ૫ની જેમ પોટ્રેટ મોડમાં બોકેહ ઇફેક્ટ સાથે ફોટો લઇ શકાય છે.
– ફ્રન્ટમાં ૫ મેગાપિક્સલ કેમેરા જે રિયલ ટાઇમ બ્યુટિફિકેશન સાથે આવે છે. આ ફોનમાં 4 GB VOLTE રિપોર્ટ અને 3080 MAHની બેટરી આપવામાં આવી છે. જેની કિંમત અંદાજીત 14,500રૂપિયા છે.