કોઈ સુંદર મોડલની વાત આવે એટલે ઉંચી હાઇટ અને સપ્રમાણ દેહયશ્ટિ જ નજર સામે તરવરી ઉઠે, પરંતુ એક એવી મોડલ છે જેની હાઇટ માત્ર 3 ફીટ અને 5 ઇંચ છે તેમ છતાં તેણે ફેશનની દુનિયામાં ધમાલ મચાવી દીધી છે.
21 વર્ષીય ડ્રૂ પ્રેસ્ટાએ આટલી હાઇટમાં મોડલિંગ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પ્રેસ્ટા જન્મથી જ ઠીંગણી હતી. આથી તેણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો પરંતુ તે આગળ વધવા મક્કમ હતી અને તેની ઓછી હાઇટ પણ તેની મોડલિંગ કરિયરને રોકી ન શકી.તેના જણાવ્યા મુજબ તે ઘણી વાર મજાકનુ પાત્ર બની હતી પરંતુ તેણે હાર ન માની.