શું તમારી સાથે પણ ક્યારેય એવુ થયુ છે કે તમે જે નારિયેળ પુજામાં ચઢાવ્યું હોય તે અંદરથી ખરાબ નીકળે…
અને તે સમયે આપણે અશુભ વિચારીને કેટલાય વિચારો મગજમાં લઇ પરેશાન થઇ જાય છે. પરંતુ જરૂરી નથી કે નારિયેળ ખરાબ નીકળે તો તે અશુભ મનાય.
– નારિયેળને માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે તેમની પૂજામાં નારિયેળ હોવુ ખૂબ જ જરૂરી હોય છે જો પૂજામાં આવેલ નારિયેળ ખરાબ નીકળે તો …તેને શુભ માનવુ જોઇએ તેની પાછળ એક ખાસ કારણ એ છે કે નારિયેળ ફોડતા સમયે ખરાબ નીકળવાનો અર્થ ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણપણે સુકાઇ ગયું છે એટલુ જ નહી આ મનોકામના પુર્ણ થયાનો પણ સંકેત સુચવે છે આ સમયે જો તમે ભગવાન સમક્ષ ઇચ્છાઓ વ્યક્ત કરશો તો તે ચોક્કસ પૂરી થતી હોય છે.
– જો નારિયેળ ફોડવા સમયે તમારુ નારિયેળ સારુ નીકળે તો તેને લોકોની વચ્ચે વહેંચી દેવુ જોઇએ. આમ કરવુ શુભ મનાય છે.