દિવસેને દિવસે દુષ્કર્મના કેસમાં વધારો થતો જોવા મળે છે. તો જાણો આ વર્ષે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ દુષ્કર્મના બનાવ થયા હતા. નિર્ભયાકાંડ તરીકે જાણીતી થયેલી ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે હવે ગુજરાતના ભરૂચમાં આવેલા ઝઘડિયામાં પણ નિર્ભયા જેવો કાંડ સજાર્યો, જેનાથી નિર્ભયા કાંડની યાદો તાજા થઈ હતી. આ ઉપરાંત 2024માં ભાયલી દુષ્કર્મ કેસ, માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ, પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ, ભરૂચના આમોદમાં 71 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ, કચ્છની દલિત યુવતી સાથે બળાત્કાર અને દાહોદના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા જેવી અનેક ઘટનાઓ સર્જાઈ, પરંતુ કેટલીક ઘટનાઓ ચર્ચિત બની જ્યારે કેટલાક કેસ દબાઈ ગયા. ત્યારે આજે આવી જ કેટલીક ઘટનાઓ વિશે જાણો, જેણે ગુજરાતીઓને હચમચાવી દીધા છે.
ઝઘડિયા રેપ કેસ:
ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું વિજય પાસવાન નામના આરોપીએ અપહરણ કરીને દુ-ષ્કર્મ આચર્યું. તેમજ નિર્ભયા કાંડ જેવી આ ઘટના પણ 16 ડિસેમ્બરે બની હતી, જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી હતી. આ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી કારણ કે, આરોપીએ બાળકી સાથે નિર્ભયા જેવી વિકૃતિ આચરી હતી. તેમજ આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની SOG હૉસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં 8 દિવસની સારવાર બાદ બાળકીનું મો*ત થયું હતું.
ભાયલી દુષ્કર્મ કેસ :
વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુ-ષ્કર્મની આ ઘટનાએ ગુજરાતમાં ચકચાર મચાવી હતી. તેમજ 4 ઑક્ટોબરે ભાયલીના સીમ વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે 3 લોકોએ દુ-ષ્કર્મ આચર્યું હતું. તેમજ આ ઘટનામાં બાઇક પર આવેલા 5 પૈકી 2 આરોપી નાસી ગયા હતા.પરંતુ 3 લોકોએ બળાત્કાર કર્યો હતો. ત્યારે પોલીસે આ પાંચેયની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.
માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ :
સુરત નજીકના માંગરોળના મોટા બોરસરા ગામે આઠમી ઑક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં એક 17 વર્ષીય સગીર યુવતી મિત્ર સાથે સવા અગિયારે પહોંચી હતી. ત્યારે આ યુવતી ગામની સીમમાં બેઠી હતી, ત્યારે અચાનક 3 યુવક આવીને હેરાનગતિ કરવા લાગ્યા. આ યુવતી અને તેના મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિતા ઝડપાઈ ગઈ અને મિત્ર ભાગી ગયો. જો કે, તેઓ સગીરાના મિત્રનો ફોન ઝૂંટવવામાં સફળ થયા હતા. તેમજ આ લોકોએ સગીરા સાથે દુ-ષ્કર્મ કર્યું અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
જો કે સગીરાના મિત્રએ ગામમાં જઈને લોકોની મદદ માગી અને સગીરાને જેમ તેમ કરીને હૉસ્પિટલ ખસેડાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. ત્યારે પોલીસે આસપાસના વિસ્તારના CCTV આધારે બે આરોપીની ઓળખ કરી લીધી. એ બંનેને ઝડપી લેવાયા, પરંતુ એક આરોપી ભાગી ગયો. જો કે, થોડા દિવસમાં તેને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
પારડી દુષ્કર્મ-હત્યા કેસ:
વલસાડ જિલ્લાના પારડીમાં મોતીવાડા વિસ્તારમાં 14 નવેમ્બરે ટ્યુશનેથી ઘરે પરત ફરતી કૉલેજની વિદ્યાર્થિની સાથે દુ-ષ્કર્મ આચર્યા બાદ હ-ત્યા કરવામાં આવી હતી. તેમજ આ ઘટનામાં પોલીસે 10થી વધુ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. આ તપાસમાં 10 દિવસ બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી. આ ઘટનામાં પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંહ જાટ નામના આરોપીની ધરપકડ કરી, જેની પૂછપરછમાં 25 જ દિવસમાં થયેલી પાંચ હ-ત્યાનો ભેદ ઉકેલાયો. આ આરોપીએ અન્ય 3 મહિલા સાથે પણ દુ-ષ્કર્મ કર્યાનું કબૂલ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અને આરોપી સામે 13થી વધુ ગંભીર ગુના નોંધાયા હતા અને જેલમાં પણ જઈ ચૂક્યો હતો.
ભરૂચમાં વૃદ્ધા સાથે દુ-ષ્કર્મ
ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા સાથે દુ-ષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપી શૈલેષ રાઠોડે 71 વર્ષીય વૃદ્ધા સાથે ખેતરમાં દુ-ષ્કર્મ કર્યું હતું. તેમજ શૈલેષ રાઠોડે દોઢ વર્ષ પહેલાં એ જ વૃદ્ધા પર દુ-ષ્કર્મ આચર્યું હતું. વળી, એ જ ગુનામાં તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને જામીન પર છૂટીને તેણે એ જ વૃદ્ધા સાથે ફરી દુ-ષ્કર્મ કર્યું.
દાહોદ સ્કૂલ દુષ્કર્મ-હત્યા કેસ
દાહોદના પીપળીયા ગામ નજીક આવેલી તોરણી પ્રાઇમરી સ્કૂલમાં બાળકી નિત્યક્રમ મુજબ 19મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સ્કૂલે જવા નીકળી, પરંતુ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ના ફરી. પરિવારજનો સ્કૂલે પહોંચ્યા, પરંતુ સ્કૂલને તાળું હોવાથી કેટલાક લોકો દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા, જ્યાં બાળકીની લાશ મળી આવી. આમ, ફૂલ જેવી બાળકીનો મૃ*તદેહ જોઈને પરિવારજનોનામાં ચકચાર જામી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ પોલીસે અકસ્માતે મો*તની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ કેસની તપાસ માટે પણ પોલીસે 10 ટીમો બનાવી હતી, જેમાં શિક્ષકોના પણ નિવેદનો લેવાયા હતા.
કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી સાથે દુ-ષ્કર્મ
રાપર તાલુકાના આડેસર ગામમાં 7 ઑક્ટોબરે એક દલિત યુવતી ગરબા રમીને રાત્રે એક વાગ્યે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેને રસ્તામાં ચક્કર આવ્યા, તો સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવાના બહાને નજીકના પેવર બ્લોકના કારખાનામાં લઈ ગયો. આ યુવક-યુવતીને એકલા જોઈને પેવર બ્લોકના કારખાનેદાર પ્રવીણ રાજપૂતે યુવકને બહાર કાઢી મૂક્યો અને યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આ ઘટનાએ કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.