જ્યારે શિયાળામાં લગ્ન હોય ત્યારે સૌર્દ્યતાને થોડા પડકારો તો આવતા જ હોય છે જેને તમારે ફેસ કરવા પડશે માટે હું આજે તમારા માટે એવી ટિપ્સ લાવી છું જે શિયાાળામાં પણ તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવશે.
– શિયાળામાં ત્વચા હંમેશા ડ્રાય થઇ જતી હોય છે માટે ખાસ દુલ્હને નિયમિત પણે ત્વચા પર મોઇશ્ર્ચરાઇઝડ કરવુ જોઇએ તેથી તમારી ત્વચા એકદમ ખીલી ખીલી રહેશે. ખાસ તમારા હાથને ડ્રાય થવાથી બચાવવા ખૂબ જ જરુરી છે.
– સન્સક્રિમ લોશન દુલ્હને ન લગાડવો જોઇએ. કારણ કે સીપીએફ ક્રિમ તમારી ત્વચાને કૃત્રિમ ચમક આપે છે અને કેમેરામાં તમારા ફોટા વધુ પડતા સફેદ આવશે.
– ઉનાળામાં લગ્ન હોય તો વધુ ચિંતા રહેતી નથી પરંતુ શિયાળામાં દુલ્હને ચોક્કસથી યોગ્ય બ્યુટીપ્રોડક્ટસનું ચયન કરવુ જરુરી છે અને તેમાં પણ પાઉડર પ્રોડક્ટને બદલે લિક્વીડ મેકઅપનો વધુ ઉપયોગ કરવો જોઇએ.
– વિદાય સમયે યુવતીઓ વધુ સંવેદનશીલ બની રડવા લાગે છે…..ત્યારે લગ્નમાં ખાસ દુલ્હને વોટરપ્રૂફ આઇમેકઅપનો ઉપયોગ કરવો જોઇએ.