ટૂંક સમયમાં આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી પૂરજોશમાં કરાશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માનતા મેયર ડો.પ્રદિપ ડવ

અબતક, રાજકોટ

વર્ષોથી ફાઇલમાં અટવાયેલો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હવે સાકાર થાય તેવા સુખદ સંજોગો રચાયા છે. રાજ્ય સરકારની સ્ટેટ એક્ષ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી દ્વારા આ પ્રોજેક્ટને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફીકેટ આપવામાં આવ્યું હોવાની જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં હવે રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં કરવામાં આવશે.ગત માર્ચ-2021 માં ડો.પ્રદિપ ડવની મેયર તરીકે વરણી થયેલ ત્યારે રાજકોટનો આસ્થાનું પ્રતિક રામનાથ મહાદેવ તથા આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી શરૂ થાય તેવી તેમની લાગણી જોડાયેલ હતી. આજી નદીમાં ગંદુ પાણી વહેતું બંધ થાય તે માટે  મહાપાલિકા દ્વારા ઇન્ટરસેપ્ટર સીવર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી. આ ઉપરાંત આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટે સ્ટેટ એક્ષ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી સમક્ષ તા. 20/08/2021 થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કર્યું હતું.

જેના અનુસંધાને કમીટી દ્વારા જરૂરી સુધારા વધારા કરવા જણાવેલ જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરેલ એન્વાયરમેન્ટ ક્લીયરન્સ વહેલાસર મળે તે માટે મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરેલ તેમજ એસએસીઇના ચેરમેન એચ.કે.દાસને પણ અવાર નવાર ટેલિફોનીક દ્વારા રજુઆત કરી હતી. આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીફિકેટ માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કમિટીના અનુસંધાને તા. 17 ના રોજ ક્લિયરન્સ સર્ટીફિકેટનો હુકમ થઈ આવેલ છે. જે બદલ મેયરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યા હતા.વિશેષમાં મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ અંગે શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની તા.05/03/2014થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.

જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહેલ છે. જેમાં ફીઝીબીલીટી સ્ટડી, રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડીટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી છે.ફીઝીબીલીટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. એન્વાયરમેન્ટલ કલીયરન્સની મંજુરી હાલમાં મળી છે. 20મી મે 2021 ક્ધસલ્ટન્ટ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ વિડયો કોન્ફરન્સ કરી ટર્મ્સ ઓફ રેફરન્સના 97 મુદ્દાઓનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા છે. ત્યાર બાદ 97 મુદ્દાઓ અન્વયે જરૂરી પૂર્તતા કરવામાં આવ્યા હતા. 20 ઓક્ટોબરના રોજ સ્ટેટ એક્ષ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી સમક્ષ એન્વાયરમેન્ટલ કલીયરન્સ પ્રેઝન્ટેશન ક્ધસલટન્ટ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

હાલમાં ઇસીની મંજુરી મળેલ હોય હવે ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડીટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી કરવામાં આવશે.વધુમા રામનાથ મહાદેવ મંદિર પાસે મનહરપરા વિસ્તારમાં અંદાજીત 228 મકાનોનું દબાણ દુર કરી કમ્પાઉન્ડ વોલની કામગીરી તથા દૂધસાગર રોડ પર નદી ઉપર નવા હાઈ લેવલ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. વિશેષમા નદીના પૂર્વ કિનારે રેલ્વે બ્રીજ નીચે ક્રોશીગ અને દબાણ સિવાયની ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર સીવર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે. ઇસીની મંજુરી માટે અત્રેથી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો (રોશની, વોટર વર્કસ, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ વી.) નું જરૂરી અન્ડરટેકિંગ આપેલ. નદીની પહોળાઈ એકસરખી અંદાજીત 70 મીટરની કરીએ જેને લીધે નદીમાં પુર ન આવે તે રીતની હાયડ્રોલીક ડીઝાઇન કરેલ છે.

હવે પછી આજી નદીમાં રીવર ફ્રન્ટ અન્વયેના વિશેષ કામો હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે, અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80 થી 150 મીટરની છે જેને અંદાજીત 70 મીટરની કરી આજુ બાજુના કાંઠા વાળા ભાગોમા ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોન કામગીરી કરવામાં આવશે. હાલ આ નદીનો દૂધસાગર બ્રીજથી ઇન્દિરા બ્રીજ સુધીનો ભાગ ડેવલોપ કરવામાં આવનાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.