શું તમને સવારે પથારીમાંથી ઉઠવું મુશ્કેલ લાગે છે અને એવું લાગે છે કે તમે ક્યારેય ન સમાપ્ત થતા ધુમ્મસમાં ફસાઈ ગયા છો? તો તમારી સવારની આદતો તમારા આખા દિવસને અસર કરે છે સવારના ઓછા સમયમાં વિચારી લ્યો છો કે હજુ ઊંધ આવે છે તો તે અખો દિવસ આળસમાં જ જાય છે. સવારની આ 6 દિનચર્યાઓ તમને તાજગી અને સ્ફૂર્તિ અનુભવવામાં મદદ કરશે.
શરીરની ઉર્જાશક્તિ માટે આ નિયમ અપનાવો
સવારે ઉઢો ત્યારે ઠંડા પાણીથી તમારો ચેહરો ધોવો. આનાથી તમારો દિવસ તાજગી ભર્યો રહેશે અને રાતની ઊંઘ પછી પાણી પીવાથી તમારા શરીરને જરૂરી હાઇડ્રેશન મળે છે, તમારા પાચનતંત્રને વેગ મળે છે અને ઝેર દૂર થાય છે અને વિટામિન સી વધારવા માટે લીંબુનો ઉપયોગ કરો.
દરરોજ મોળે સુધી જાગવાના નિયમ ઉપર પ્રતિબંધ મુકો. જેથી તમારી ઊંઘ પૂરી થઈ શકે અને સવારે સુસ્તીથી છુટકારો મળી શકે. દિનચર્યા બનાવવી એ તમારા શરીરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે અને તમારા દિવસને ઉર્જા આપવામાં મદદ રૂપ બને છે.
તમારી સવારની ઉર્જા વધારવા માટે 15 મિનિટ વ્યાયામ કરો. વ્યાયામ તમારી પાચન શક્તિ વધારે છે અને મૂડ સુધારે છે અને યાદશક્તિ વધુ સારી બનાવે છે. વ્યાયામ પણ સ્ટ્રેચિંગ, યોગ, રનિંગ અથવા ઝડપી વર્કઆઉટ જેટલું સરળ હોઈ છે. તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તેવી કસરત પસંદ કરો
નિયમિત નાસ્તો
નિયમિત નાસ્તો જેમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે તે તમારા શરીરને પ્રોટીન આપે છે. શાકભાજી સાથે પોહાનો તંદુરસ્ત નાસ્તો અને ટોસ્ટ સાથે ઈંડા અથવા ભરપૂર ભોજન માટે ફળ અને દહીંની વાનગી અજમાવો. તંદુરસ્ત નાસ્તો તમારા શરીરને પોષણ આપે છે, લોહીનું સ્તર સ્થિર રાખે છે.
તમારે સવારે 10 મિનિટ ધ્યાન વિરામ લો. ભલે તે ધ્યાન કેન્દ્રિત શ્વાસ, માર્ગદર્શિત ધ્યાન અથવા ફક્ત શાંત ક્ષણ શોધવાનું હોય, માઇન્ડફુલનેસ તમારા મનને શાંત કરવામાં, તણાવ ઘટાડવામાં અને તમારું ધ્યાન વધારવામાં મદદ કરે છે.
તમારા કાર્યનું સેડીયુલ કરીઅને ચોક્કસ નિયમ નકી કરો જેથી તમે દિવસની શરૂઆતમાં તાજગી અનુભવી શકો છો.