વિશ્વમાં પ્રાણી-પક્ષીઓની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. તેના વિશે સંપૂર્ણ માહિતી બધા લોકોને ના હોય. આ બધી પ્રજાતિઓમાંથી અમુક પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. હાલમાં ઈડરિયા ગઢમાં દુર્લભ એવી બિલાડીની એક પ્રજાતિ જોવા મળી હતી.


‘ઈડરીયા ગઢ’માં થોડા સમય પેલા દુર્લભ જાતિની રસ્ટી સ્પોટેડ કેટ જોવા મળી હતી. આ કેટ વિશે માહિતી મેળવતા ખબર પાડી કે, આ બિલાડી મોત ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક જંગલોમાં જોવા મળતી હતી.

દક્ષિણ, પશ્ચિમ ભારત સાથે આ બિલાડી ગુજરાતમાં ડાંગ, ગીર વિસ્તાર અને છોટા ઉદેયપુરમાં ક્યારેક જોવા મળે છે. આતો એક બિલાડીની વાત થઈ પરંતુ આ સાથે બીજા અન્ય પ્રાણી-પક્ષીઓ હશે જેની પ્રજાતિઓ હવે ઓછી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.