કુદરતે આપેલી ભેટ છે વાળ. સ્ત્રીના શૃંગારનું એક સાધન એટલે વાળ પરંતુ કેન્સરમાં કીમો થેરાપી ટ્રીટમેન્ટના કારણે વાળ ખરી જાતા હોય છે ત્યારે જામનગરના એક પ્રિન્સિપાલ પોતાના વાળ કેન્સર પીડીટ મહિલાઓને ડોનેટ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્ત્રીની સુંદરતા વાળથી હોય છે ત્યારે જે કેન્સર પીડીત મહિલાઓ છે તેને કીમી થેરાપીના કારણે વાળ જતા રહે છે ત્યારે આવી મહિલાઓને જામનગરના જી એસ મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિના તન્નાએ પોતાના ૧૩ ઇંચ જેટલા વાળ ડોનેટ કરી સમાજને એક ઉદાહરણ આપ્યું છે. કેન્સરપીડિત મહિલાઓ કીમો થેરાપી સારવાર ચાલુ હોય એ દરમિયાન મહિલા ના વાળ ખરી જતા હોય છે જેને લઈને પોતાને દુઃખી અનુભવતા હોય છે. ત્યારે તેમણે પોતાના વાળની ડોનેટ કરીને કેન્સર પીડિત મહિલાઓની મદદ કરી હતી.
કેન્સર પીડિત મહિલાઓની મદદે રોટરી કલબ ઓફ સેનોરાઈઝ આવ્યું છે. જે મહિલાઓને વાળની વિગ સહિત તમામ મદદ કરે છે. મહિલાની સુંદરતા પોતાના વાળને લઈને હોય છે. પરંતુ હિના તન્નાએ પોતાના 13 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પીડિત મહિલાઓને કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા હિંમત આપી છે. હિના તન્ના એ જણાવ્યું હતું કે હું એક કન્યા વિદ્યાર્થી શાળાની આચાર્ય છું. ત્યારે મહિલાઓને માટે હું શું મદદ કરી શકું તેવો વિચાર આવ્યો હતો. કેન્સર પીડિત મહિલાઓની મદદ કરવા મે મારા 13 ઈંચ જેટલા વાળ ડોનેટ કર્યા જેમાં મારા પરિવારનો પણ પૂર્ણ સપોર્ટ રહ્યો છે.