બિજનેસ કરવા નવા આઈડિયા શોધતા લોકોને મેડિસનલ પ્લાન્ટ ફાર્મિંગ એક સારી તક બની શકે છે. ઈસબગુલની ખેતી અને તેની સાથે જોડાયેલો બિઝનેસ. તેમાં શરૂઆતમાં 10થી 15 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરીને ત્રણ મહીનામાં 1.5 લાખ રૂપિયા કમાઈ શકાઈ છે. તેના માટે એક હેકટર જમીન હોવી જરૂરી છે. જો વધુ ખેતી કરી શકો છો કે પ્રોસેસિંગ કરી શકો છો તો આટલી ખેતીમાંથી લગભગ 2.5 લાખ રૂપિયા શકાઈ. ઈસબગુલ એક મેડિસનલ પ્લાન્ટ છે. તેના બીજનો ઉપયોગ તમામ પ્રકારની આયુર્વેદિક અને એલોપેથિક દવાઓમાં કરવામાં આવે છે. વિશ્વના કુલ ઉત્પાદનના લગભગ 80 ટકા માત્ર ભારતમાં જ થાય છે. તેની ખેતી શરૂઆતમાં રાજસ્થાન અને ગુજરાતમાં થતી હતી. જોકે હવે ઉતર ભારતના રાજયો હરિયાણા, ઉતર પ્રદેશ, પંજાબ અને ઉતરાખંડમાં પણ તે મોટી પ્રમાણમાં પેદા થાય છે. ભારતમાં લગભગ 3 પ્રકારના ઈસબગુલ પેદા ઈસબગુલ પેદા થાય છે. હરિયાણામાં-2 પ્રકારનો પાક થાય છે, જે 100થી 115 દિવસોમાં પાકીને તૈયાર થઈ જાય છે. બાદમાં તેને કાપીને તેના બીજને બજારમાં વેચવામાં આવે છે. જો એક હેકટરમાં ખેતીના આધાર પર ગણતરી કરશો તો એક હેકટરમાંથી લગભગ 15 ક્વિન્ટલ બીજનું ઉત્પાદન થાય છે. મંડીમાં તાજેતરના ભાવોને લો તો આ વખતે લગભગ 10700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો માત્ર બીજ જ 160500 રૂપિયાના થઈ જાય છે. લગ્નોમાં પ્રાઈસ વધવા પર આ આવક વધી જાય છે. પ્રોસેસિંગ બાદ વધી જાય છે ફાયદો. ઈસબગુલના બીજને પ્રોસેસ કરવા પર વધુ ફાયદો થઈ શકે છે. પ્રોસેસ બાદ તેના બીજમાં લગભગ 30 ટકા ભુસી નીકળે છે અને આ જ ભુસી તેનો સૌથી મોંઘો હિસ્સો છે. ભારતીય બજારમાં ભુસીનો જથ્થાબંધ ભાવ 25 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. એટલે કે એક હેકટરમાં ઉત્પાદિત પાકની ભુસીનો ભાવ 1.25 લાખ રૂપિયા બેસે છે. આ સિવાય તેમાં અન્ય ખાલી ગોળી વગેરે બચે છે જે લગભગ દોઢ લાખ રૂપિયાની વેચાય છે.
આ પ્લાન્ટની ખેતી કરાવશે 3 મહીનામાં 1.5 લાખની કમાણી…
Previous Articleએક કુતરો કરે છે રાહુલબાબાના ટ્વીટ!!!
Next Article છી છી.. આ કાર્સ જોઈને તમારા મોઢે વાહ તો નહિજ નીકળે…