દેશમાં આર્થિક રીતે પછાત અને અવિકસિત એવા જિલ્લાઓ માટે નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલા એક અતિ મહત્વના પ્રોજેક્ટને લઈ હાલ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિકાસ માટેની સયુંકત રાષ્ટ્રની આ શાખાએ જણાવ્યું છે કે ભારતનો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ પછાત જિલ્લાઓ વચ્ચે વિકાસને આગળ વધારવામાં ખૂબ જ સફળ રહ્યો છે.
જિલ્લા કક્ષાની “નીતિ” ભારતને નવી દિશા અપાવશે !!
નીતિ આયોગની “આંકાક્ષી જિલ્લા” યોજના દેશના વિકાસની પાંખોને પહોળી કરશે: યુએનડીપી
આ રીતનો પ્રોગ્રામ અન્ય દેશોએ પણ જરૂરથી શરૂ કરવો જોઈએ. તેમણે કહ્યું કે આ ભલામણ તે અન્ય દેશોને પણ કરશે. આ પ્રોગ્રામ ભારતની નીતિને નવી દિશા અપાવશે.
જણાવી દઈએ કે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ આકાંશી જિલ્લા પ્રોજેક્ટને ત્રણ વર્ષ પૂરા થયા છે. કાર્યક્રમનું મૂલ્યાંકન કરી યુ.એન.ડી.પી.એ જણાવ્યું કે આ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં પહેલા કરતા વધુ વિકાસને વધુ વિકાસ થયો છે. જે ખૂબ સારી વાત છે. આ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ 2018માં 28 રાજ્યોમાં 11 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો હતો.