તમે કોઇ સ્થળે રજાઓ મનાવવા માટે જવાની તૈયારી કરી રહ્યા હો તો જ્યાં તમને એન્ટરટેઇમન્ટથી લઇને બધુ જ મળી રહે તો તે માટે હિમાચલ પ્રદેશની કાંમડા ધાટી બેસ્ટ સ્થળ છે. આ સ્થળ પર તમને વૃધ્ધોથી લઇને યુવાનો સુધી બધા ના મનમાં બેસી જાશે.
રોમાંચ્ અને એડવેન્ચરની તલાશમાં રહેતા લોકો માટે આ ઘાટી એક કમ્પલીટ પેકેજ છે. આ સ્થળ પર દુનિયાની સૌથી મોટી બીજી પેરાગ્લાઇડિંગ ટેક ઓફ સાઇટ આવેલી છે. જે એડવેન્ચર પસંદ કરતા લોકો માટે એક બહેતરીન મોકો આવે છે. આ ઉપરાંત તમે અહી… ટ્રેકિંગનો પણ ભરપુર લાભ ઉઠાવી શકો છો.
ધાર્મિક સ્થળોની તલાશ કરતા લોકો માટે પણ કાંગડા ઘાટી બેસ્ટ ઓપ્શન છે. અહીં ચામુંડા દેવી, બજેશ્વરી દેવી આવેલા છે. જે વર્ષના ૮ મહિના સુધી પાણીમાં ડુબ્યા રહે છે. આ ઉપરાંત તમને ઐતિહાસિક કિલ્લો જોવા હોય તો એ પણ અહીં જોવા મળે છે. કાંગડા ઘાટીથી માત્ર ૩ કીમી દુર નુરપુરનો કિલ્લો, બેજનાથ શીવ મંદિર, મસ‚ર મંદિર અને મેકલોડગંજથી ચર્ચા પણ છે.
ધર્મશાલાએ કાંગડા જીલ્લાનું મુખ્યાલય છે અહીં બનાવામાં આવેલુ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, સૌરભવન વિહાર, કાંગડા કલા સંગ્રહાલય, ભાગસુનાગ વોટર ફોલનો પણ ભરપુર આનંદ માણી શકો છો.
આ ઉપરાંત તમે અહીં ફેમસ ટુરિસ્ટ સ્પોટ મેકલોડગંજ પણ સરળતાથી જઇ શકો છો. કારણ કે તે ધર્મશાલાથી માત્ર ૧૦ કિમી દુર છે.