સ્વિટ્ઝરલેન્ડ પોતાના દેશમાં બેરોજગારોને દર મહિને 2500 ડોલર એટલે કે 1.5 લાખ રૂપિયા ભથ્થું આપવાની તૈયારી કરી રહી છે. વિશ્વના ઘણાં દેશ છે જ્યાં પોતાના બેરોજગારીને લાખો રૂપિયાના ભથ્થા આપવામાં આવે છે. જ્યાં સોશિયલ સિક્યોરિટી માટે બેરોજગારોને 1.5 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી મળી રહ્યા છે. …
સ્વિટ્ઝરલેન્ડમાં કોઈપણ શરત વગર 30 હજાર ડોલર પ્રતિવર્ષ બેસિક ઇનકમ આપવાના દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત પર 5 જૂનના રોજ વોટ પડશે જેના આધારે સરકાર જુદી જુદી વેલફેર…
સ્કિમની સ્થાને કોઈપણ શરત વગર બેસિક ઇનકમ રજૂ કરવાનો નિર્ણય લેશે. આ રીતે સ્વિટ્ઝરલેન્ડમાં બેરોજગારોને દર મહિને 2500 ડોલર (1.65 લાખ રૂપિયા)ની ચૂકવણી કરવામાં આવશે. સરકાર અનુસાર, આઠમાંથી અંદાજે 1 વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડમાં ચાલુ વર્ષે ગરીબી રેખા નીચે જઈ શકે છે. આ સંખ્યા ફ્રાન્સ, ડેનમાર્ક અને નોર્વેથી વધારે છે.