મેનહેટનની વૂલવર્થ બિલ્ડિંગ પર ૮૦૦ ફિટની ઉંચાઇ પર બનેલુ એક પેંટ હાઉસ ચર્ચાનો વિષય બન્યુ છે. ૧૯૧૩માં દુનિયાની સૌથી ઉંચી આ બિલ્ડિંગમાં બનેલુ આ પેંટ હાઉસ કોઇ મહેલથી કમ નથી. તેની કિંમત લગભગ ૧૧૦ મિલિયન ડોલર (૭૧૨ કરોડ રુપિયા) રાખવામાં આવી છે. જો આ કિંમતે તે વેચાય જશે તો આ મેનહેટનમાં હાલ સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી ગણાશે.

આ પૈંટ હાઉસ ૯૭૧૦ સ્કવેયર ફીટ જગ્યામાં બનેલુ છે આ પૈંટ હાઉસનું નામ ‘the pinacle’ રાખવામાં આવ્યું છે. તેની છત ૨૪ ફૂટ ઉંચી છે અને રુફ ટોપથી વર્લ્ડ ટ્રેડ સેંટરથી લઇને ન્યૂ જર્સી કાઇલાઇનના દ્રશ્યો જોઇ શકાય છે. આ પૈંટ હાઉસના ઇન્ટીરીયરની સૌથી મોટી ખાસિયત છે કે તેને જરુરીયાત પ્રમાણે મોડિફાઇ કરી શકાય છે. ખરીદી કરનારને કેટલા બેડરુમ જોઇએ છે કે કેટલા બાથરુમ જોઇએ છે વગેરેને આધારે તેને મોડિફાઇ કરી શકાય છે.

તમને જણાવી દઇએ કે, Alchemy propertiesનામની રિયલ એસ્ટેટ કંપનીએ મેન હેટનની સૌથી ઉંચી બિલ્ડિંગોની છતને આલિશાન પેંટ હાઉસમાં ક્ધવર્ટ કરવાનો નવો એક્સપરિમેન્ટ શરુ કર્યો છે. તેના આ પ્રોજેક્ટની કિંમતે રિયલ એસ્ટેટને હલાવી દીધુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.