ભારતમાં tiktok બેન કરાયા બાદ instagram રિલ મારફત બધા જ યુઝર્સને પોતાની તરફ આકર્ષ્યા હતા. Instagram આજે એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે જેના દ્વારા લોકો પોતાની સોશિયલ લાઈફ વર્ણવી શકે છે. કોઈપણ સોશિયલ મીડિયા યુઝર્સને આદત હોય છે કે પોતાના દ્વારા કેપ્ચર ન કરાયેલા ફોટા કે વિડિયો પણ whatsapp મારફત મોકલે છે ત્યારે આ ભૂલ જો તમે instagramમાં કરશો તો મોંઘુ પડશે.
Instagram ની કમ્યુનિટી ગાઈડલાઈન મુજબ તમે તમારા દ્વારા કેપ્ચર ન કરાયેલી તસવીર અથવા તો વિડિયો મેસેજમાં એકબીજાને શેર કરી શકો નહિ. જો તમે આવું કરશો તો ત્રણ દિવસ માટે instagram દ્વારા તમને બ્લોક કરવામાં આવશે. Instagram દ્વારા બ્લોક કરવામાં આવતા તમે કોઈપણ ફ્રેન્ડ્સને અથવા તો બીજા કોઈ ફોલોઅર્સને મેસેજ કરી શકશો નહીં અથવા તો કોઈપણ રીલ કે પોસ્ટ શેર કરી શકશો નહીં.
કેવી પોસ્ટ તમે કરી શકશો શેર ??
ફક્ત તમે લીધેલા અથવા શેર કરવાનો અધિકાર ધરાવતા ફોટા અને વિડિયો જ શેર કરી શકો છો. ઇન્ટરનેટ પરથી કૉપિ કરેલી અથવા એકત્રિત કરેલી કોઈપણ વસ્તુને પોસ્ટ કરશો નહીં. બહારની કોઈ પણ પોસ્ટ કરવાનો તમને અધિકાર નથી.
કોઈપણ પ્રકારની પોસ્ટ કે જે વાંધાજનક ચિત્રો, સાયબર ગુંડાગીરી, ઉત્પીડન, દ્વેષપૂર્ણ ભાષણ, ડ્રગનું વેચાણ અથવા આતંકવાદ કરવા પ્રેરિત કરતી Instagram ના સમુદાય દિશાનિર્દેશોની વિરુદ્ધ હશે. ઇન્સ્ટાગ્રામ આ પોસ્ટને દૂર કરશે અને સૂચનાઓ દ્વારા વપરાશકર્તાઓને જાણ કરશે.