૧ જુલાઇથી જીએસટી લાગુ થવાના કારણે મોંધી ગાડીઓના ભાવમાં વધારો થયો હતો. પરંતુ હવે તહેવારોને ધ્યાનમાં લેતા આ કંપનીઓ ભાવમાં ઘટાડો કરી રહી છે. આ ઘટાડો એક લાખ રૂ૫યા સુધીનો છે. હોંડા બીઆર-વી પર એક લાખ રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. આવી ઘણી બધી ઓફરો લોકોને આકર્ષી રહી છે.

મારુતિ સુઝુકી નિશાન, ટાટા મોટર્સ અને હોંડા જેવી કંપનીઓ કંપનીઓએ તહેવારોની સીઝન નજીક આવતા જ પોતાની ગાડીઓના ભાવમાં ઘટાડો કરવાનું શરુ કરી દીધુ છે. એ વાત અલગ છે કે તમારી પાસે ઓછા ભાવમાં ગાડી ખરીદવા માટે  વધારે સમય નથી. આ સ્કીમ હાલમાં ૨૦ સપ્ટેમ્બર સુધી જ લાગુ પાડવામાં આવી છે. માર્કેટમાં સૌથી વધારે વેચાણ ધરાવતી અલ્યો ૮૦૦ની કિંમત ૨.૪૫ લાખ છે. તેને ઘટાડીને ૧.૯૧ લાખ રૃપિયા કરવામાં આવી છે. આ ઓફરનો લાભ ૨૦ સપ્ટેમ્બર સુધી જ લઇ શકાશે. આ માટેની વધારે જાણકારી મેળવવા માટે કંપનીઓના ડીલરો સાથે સંપર્ક કરવો.

અલ્ટો ગાડીમાં ૮૦૦સીસીનું એન્જિન લાગેલુ છે. જે 47 bhpની પાવર અને 69 nmનો ટોર્ક આપે છે. નિશાન પોતાના ગ્રાહકોને નવી ગાડી ખરીદવા પર મફ્તમાં કારનો વીમો, એક્સચેંજ બોનસની સાથે જ બોનસ તેમજ કોર્પોરેટ ઓફરના રુપમાં ૭૧૦૦૦ રુપિયાનો લાભ પણ આપશે. માઇક્રા એમ સી પર ૩૯૦૦૦ અને માઇક્રા એક્ટીવ પર ૩૪૦૦૦ રુપિયાનો લાભ આપશે. ડેટસનના મોડલ પર આ લાભ ૧૬૦૦૦ રુુપિયા સુધીનો મળશેે.

ટાટા મોટર્સ ટાટા સફારી સ્ટોર્મ પર ૮૦ હજાર રુપિયા સુધીનો ફાયદો આપશે. એસયુવી પર કોઇ લાભ નહી મળે. તેની કારની કિંમતની શરુઆત ૧૦.૯૫ લાખ રુપિયાથી છે. હોંડા બ્રિયો પર ૨૧૨૦૦ રુપિયા સુધીની છુટની ઓફર આપવામાં આવી છે. સાથે જ એક રુપિયાનું હોંડા એશ્યોર મેંમ્બરશિપ પણ સામેલ છે. હોંડા અમેઝ ks, so, sv,અને vxવેરિએંટ (પેટ્રોલ અને ડીઝલ) પર ૫૦૦૦ રુપિયાની ઓફર છે. તેમાં એક રુપિયાનું હોંડા એશ્યોર મેમ્બરશિપ અને ૨૬૦૦૦ રુપિયાની એક્સેસરીઝ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે ૨૦૧૭માં બનેલી હોંડા અમેઝ પર જ આ ઓફર લાગુ છે.

હોંડા જેઝ પર ૪૨૦૦૦ રુિ૫યા સુધીની છુટ મળશે. જેમાં પણ એક રુપિયાની એશ્યોર મેંમ્બરશિપની સાથે ૧૫૦૦૦ રુપિયાનું નકદ ડિસ્કાઉંટ છે. પેટ્રોલ અને ડિઝલ એમ બંને પર આ ઓફર માન્ય છે. હોંડા બીઆર-વી પર એક લાખ રુપિયા સુધીનું નકદ ડિસ્કાઉંટ આપવામાં આવી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.