વિદેશોમાં વૈજ્ઞાનિકોએ માનવ શરીરનાં રોગોને કાબૂ મેળવવા તેમજ ગંભીર-જટિલ બિમારી સામે દર્દીઓને રક્ષણ મેળવવા ટેકનોલોજી અને પધ્ધતિઓ અપનાવતાં રહે છે. તાજેતરમાં વિદેશ ન્યૂઝ એન્જસીનો રીપોર્ટ પરથી બહાર આવ્યું કે, ત્યાંના વૈજ્ઞાનિકોએ સ્માર્ટ સંપર્ક લેન્સ પધ્ધતિ વિકસાવી જે ડાયાબિટીસનાં દર્દીને ઉપયોગી બનશે. એ લેન્સની મદદથી લોહીમાં રહેલ શર્કરાનું પ્રમાણ જાણી શકાય છે. લોહીનાં ટેસ્ટ માટે વપરાતી ઇંન્જેક્શન પધ્ધતિ અથવા તો ધારદાર સોયનાં ઝાટકાંથી આ સ્માર્ટ પધ્ધતિ ઘણી પીડા રહિત છે. ડાયાબિટીસનાં દર્દીઓનાં લોહીમાં શર્કરાનું સ્તરનું નિયંત્રણ ખૂબ જરુરી છે. દર્દીનાં લોહીમાં શર્કરાનું ઉંચુ પ્રમાણ હાનિકારક સાબિત થાય છે. ત્યારે આ સ્માર્ટ લેન્સ સંપર્ક પધ્ધતિ ઉપયોગી નિવડશે કે કેમ એ આગળનાં સમયમાં ખબર પડશે.
ઉલ્સન નેશનલ ઇન્સ્ટ્યિુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકો દ્વારા સ્માર્ટ લેન્સ વિકસાવવામાં આવ્યો. જે પારદર્શક ઇલેક્ટ્રોનિક્સ છે. આંખનાં આંસુ માંથી ગ્લુકોઝનું સ્તર જાણી શકાય છે. આવી સ્માર્ટ પધ્ધતિ ડાયાબીટીસનાં દર્દીઓને રાહત આપશે. આ લેન્સ ઉપકરણ હજુ સુધી મનુષ્યની ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું નથી, સંશોધકો માને છે કે, આ લેન્સને ડાયાબિટીસના દર્દીનાં આંખ સાથે સંપર્ક આપવામાં આવે છે, જેથી શર્કરાનાં સ્તરને માપી શકાય અને પીડામુક્ત રીત અપનાવી શકાય.
ભારત દેશમાં આવી નવીનતમ ઉચ્ચ પ્રકારની ટેકનોલોજીને વિકસાવવામાં તો હજુ સમય ચાલ્યો જશે પણ વૈજ્ઞાનિકોનાં સતત પરિક્ષણથી અન્ય દેશોની અંદર આ ટેકનોલોજી અપનાવી શકાય એવી કોશિષ સતત ચાલું જ છે.
સ્માર્ટ લેન્સમાં વિદ્યુત સંકેત સંદેશાનો ઉપયોગ થાય છે. જેમાંથી દર્દીઓનાં શરીરની માહીતી જાણી શકાય છે. સૌ પ્રથમ સંશોધક ટીમે જીવંત સસલા પર પરીક્ષણ કર્યુ જેનાથી આરોગ્યની માહિતી મેળવી શકાય. વાયરલેસ એન્ટેનાનાં વાયરલેન્સ કિરણોથી આંખનાં તાપમાનથી શરીરનાં શર્કરાનાં લેવલની માહિતી મેળવી શકાય છે.
નેનોમાટેરીસમાંથી બનાવેલ સ્માર્ટ પારદર્શક લેન્સ એડવાન્સ પધ્ધતિ છે. જેનાથી સહેલાઇથી દર્દી બિન ફિકર રહી શકે છે. વધુમાં આ સિસ્ટમ સેન્સથી માહિતી વાંચવા વાયરલેસ એન્ટેનાનો ઉપયોગ કરવામાં આવે છે. સ્માર્ટ કનેશન માટે કોઇ પ્રકારનાં બેટરી પાવરની જરુરીયાત રહેતી નથી.
શરીરની શારીરીક પરિસ્થિતિઓના મોનીટરીંગથી રોગ સાથેની સંકળાયેલી માહિતી સહેલાઇથી મેળવી શકાય છે.