Abtak Media Google News

સિમ કાર્ડના નવા નિયમો અંગે સમયાંતરે નવા અપડેટ આવતા રહે છે. આ સીરીઝમાં મોબાઈલ યુઝર્સ માટે મહત્વની માહિતી જારી કરવામાં આવી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રાઈ દ્વારા સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે. ટ્રાઈએ ટેલિકોમ્યુનિકેશન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગ્યુલેશન્સ, 2023નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ દૂરસંચાર વિભાગની સલાહ પર જારી કરવામાં આવ્યું છે વાસ્તવમાં, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) એ 15 માર્ચ 2024ના રોજ નવા નિયમો જારી કર્યા હતા. આ નવા નિયમો 1 જુલાઈ, 2024થી દેશભરમાં લાગુ થશે. TRAI આ નિયમો પર કહે છે કે આનાથી છેતરપિંડીની ઘટનાઓને રોકવામાં મદદ મળશે.

Untitled 6 6

સિમ કાર્ડ માટે આ નિયમો બદલાયા છે

જો તમારું સિમ કાર્ડ ચોરાઈ ગયું છે અથવા નુકસાન થઈ ગયું છે, તો તમારે હવે નવું સિમ મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. અગાઉ સિમકાર્ડ ચોરાઈ જાય કે બગડી જાય તો તમને તરત જ સ્ટોરમાંથી સિમ કાર્ડ મળી જતું હતું. પરંતુ હવે આ કિસ્સામાં તેનો લોકીંગ પિરિયડ લંબાવવામાં આવ્યો છે. હવે યુઝર્સને 7 દિવસ રાહ જોવી પડશે. આ પછી જ યુઝર્સને નવું સિમ કાર્ડ મળશે. નવા નિયમ અનુસાર, જે લોકોએ તાજેતરના ભૂતકાળમાં તેમના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના મોબાઇલ નંબરને પોર્ટ કરી શકશે નહીં. ગ્રાહકો આ કામ 7 દિવસ પછી કરી શકશે. એટલે કે MNP નિયમોમાં ફેરફાર કર્યા પછી, તમને આગામી સાત દિવસ પછી જ એક નવું મિસ કાર્ડ મળશે.

કેમ લેવાયો નિર્ણય

10 48

ઘણા કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે એક વખત સિમકાર્ડ ચોરાઈ ગયા પછી તે નંબર બીજા સિમ કાર્ડ પર એક્ટિવેટ થઈ ગયો હતો. આ પછી બીજી કોઈ ઘટનાને અંજામ આપવામાં આવે છે. હવે આ નિર્ણય ઓનલાઈન સ્કેમ જેવી ઘટનાઓને રોકવાના હેતુથી લેવામાં આવ્યો છે. ટ્રાઈ દ્વારા માર્ચમાં આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી. હવે Airtel, Vodafone Idea, Reliance Jio જેવા યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.