1950 ના દશકાની તમામ ફિલ્મોમાં ગીતોનું મહત્વ વધારે હતું. ગીતકારના શબ્દોને સુંદર મીઠા સંગીતથી સંગીતકાર ધુન બનાવીને ગીતોને અમર બનાવી દેતા હતા. જાુની ફિલ્મોમાં ભજનો, પ્રાર્થના, બાળગીતો ખુબ જ પ્રખ્યાત થયા હતા. આજથી 64 વર્ષ પહેલા બનેલી શ્ર્વેત શ્યામ ફિલ્મ ‘દો આંખે બહાર હાથ’ ના આ ફિલ્મી ગીતે ધુમ મચાવી દીધી હતી. બાળપણમાં નિશાળમાં ગવાતા ગીત વખતે વિદ્યાર્થીને ખબર પણ ન હતી કે આ ફિલ્મી ગીત છે. બોલીવુડની ઓલ્ડ ગોલ્ડ કલાસીક ફિલ્મો તેના ગીતો થકી ગોલ્ડન એરા બની હતી. દરેકસફળ ફિલ્મોની પાછળ એ જમાનામાં તેના ગીતો સંગીતનું ઘણું મહત્વ હતું.
64 વર્ષ પહેલાના આ ફિલ્મ ગીત
‘એ માલિક તેરે બંદે હમ’ આજે પણ પ્રાર્થના ગીત તરીકે અમર છે
આજથી છ દશકા પહેલા લખાયેલા આ ગીતમાં ઇશ્ર્વરની શકિતના ગુણગાન ગવાયા છે. આ પ્રાર્થના ગીતમાં આમ આદમી નેકીના રસ્તા ઉપર ચાલવા માટે ઇશ્ર્વરને અર્ચના સાથે શકિતની માંગણી કરે છે. દરેકની અંદર ઇશ્વર બિરાજમાન છે અચ્છાઇ અને બુરાઇની લડાઇમાં તે અચ્છાઇની જીત જ ઇચ્છે છે માટે તે ઇશ્ર્વરને પ્રાર્થના કરે છે. હસતા હસતા જ મોત આવે તેવું આમ આદમી ઇશ્વરની પ્રાર્થના કરે છે. આ ગીતમાં ધર્મ આસ્થાના ટકારાવ સાથે મનની પ્રવિત્રતા અને ઇશ્વર જો સઁદેશ સમાયેલો છે. આ ગીત પાછળ ઘણી બધી રોચક વાતો સમાયેલી છે. આ ફિલ્મ ગીત હોવા છતાં ગેર ફિલ્મી તરીકે બહુ જ લોકપ્રિય થયું હતું. આજે પણ મંદિર, ગુરૂદ્વાર અને ગીરજાઘરો જેવા સ્થળોએ આ ગીત સૌથી વધુ વાગે છે. 64 વર્ષે પણ આ ગીત અજસમર છે અને આગામી વર્ષોને વર્ષો અમર રહેશે.
‘દો આંખે બારહ હાથ ’ ફિલ્મનું આ ગીત ફિલ્મ ગીત હોવા છતાં ગેર ફિલ્મી ગીત તરીકે વધુ પ્રખ્યાત છે. શાળા- કોલેજોમાં પ્રાર્થના તરીકે આજે પણ ગવાય છે: આ ગીત ભારત ઉપરાંત શ્રીલંકા-ભુટાન-નેપાળ સાથે ઇસ્લામી દેશોની સ્કુલોમાં પણ એથેમ્સ બની છે
આ ગીત પાછળની કહાની જાણવા જેવી છે. વી. શાંતારામ ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મ બનાવવાનું નકકી કરે છે. આ ફિલ્મીની કહાની આઝાદી પૂર્વે 20 વર્ષ પહેલાની સત્ય ઘટના આધારીત છે. રાજા ભવાનીના શાસનમાં 1939માં કેદીના મનોવિજ્ઞાન સુધાર માટે મોરીસ ફ્રાઇડમેને પ્રયોગ કર્યો હતો. મહારાષ્ટ્રના ઓૈંધ રિયાસત જે આજે સાંગલી તરીકે ઓળખાય છે. ત્યાં ફ્રાઇડમેને સ્વતંત્ર પૂરની સ્થાપના કરી જો કેદીને સુધારવાનો સફળ પ્રયોગ કર્યો હતો. જી.ડી. માં ડગુલકર લેખકે જયારે વી. શાંતારામને આ સ્ટોરી સંભળાવી કે તરત જ ફિલ્મ બનાવવાનું નકકી કર્યુ હતું. આ માટે શાંતારામ મોરીસ ફ્રાઇડમેનને મળ્યા પણ હતા, ને મળીને તેમનો રોલ પોતે કરવાનું નકકી કર્યુ હતું. આ સમયે શાંતારામની ઉંમર 57 વર્ષની હતી પણ કસરત કરીને 3પ થી40 જેવા દેખાવા લાગ્યા જે તમે ફિલ્મ જોશો તો ખબર પડશે.
વી.શાતારામે ફિલ્મમાં પત્ની સંઘ્યા માટે રોલ લખાવ્યો હતો. આ જમાનામાં કલર ફિલ્મો બનવા લાગી હતી છતાં ફિલ્મના કિરદારની ઇમેજ ઉભી કરવા માટે ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ બનાવવાનું નકકી કર્યુ હતું. તેમની અગાઉની ફિલ્મ ‘જનક-જનક પાયલ બાજે’ ફિલ્મના સંગીતકાર વસંત દેસાઇ હતા. શાંતારામે તેને સંગીની જવાબદારી સોંપતા આ ફિલ્મ માટે એક પ્રાર્થના બનાવવા જણાવ્યું કે આ પ્રાર્થના સતત ફિલ્મમાં વાગ્યા કરે.
સંગીતકાર વસંત દેસાઇ એ વખતે રોમેન્ટીક અને ભાવુક ગીતો લખનાર હસરત જયપુરી સાથે કામ કરતાં હતા. પણ તેમણે ગીતો લખવા માટે પંડિત ભરત વ્યાસની પસંદગી કરી હતી. આમ અમર પ્રાર્થનાની રચના થઇ હતી. આ ફિલ્મ તમિલ જેવી બીજી ભાષામાં અનુવાદ થઇને અનેક એવોર્ડ જીત્યા હતા. પંડિત ભરત વ્યાસે એક ગીતકાર તરીકે આ ગીતમાં હિન્દુ, ઉર્દુ, અરબી અને ફારસી શબ્દનો પ્રયોગ કરીને ભારત સિવાય ઇસ્લામીક રાષ્ટોમાં પણ આ ગીતને પ્રખ્યાત કર્યુ હતું. ભારતીય ફિલ્મ જગતમાં ઐતિહાસિક ઘટના સમુઆ ગીત આજે પણ એટલું જ ખુબ સુરત અને તરો તાજુ લાગે છે.
‘દો આંખે બારહ હાથ’ ફિલ્મ 1957ની સફળ ફિલ્મ હતી. આ ફિલ્મની આ ગીતની રચના કાલજય બની ગઇ હતી. મુંબઇમાં જ આ ફિલ્મ 65 અઠવાડીયા ચાલી જયારે અન્ય શહેરોમાં સિલ્વર જયુબેલી, ગોલ્ડન જયુબેલી થઇ હતી. કલર યુગમાં આ બ્લેક વ્હાઇટ ફિલ્મે સમગ્ર વિશ્ર્વમાં તહેલકો મચાવ્યો હતો. સ્ટીવન સ્પીલબર્ગે પણ માય સીકસ કોનવિકટલ નામથી અંગ્રેજી ફિલ્મ શ્ર્વેત શ્યામ બનાવીહતી. ‘એ માલિક તેરે બંદે હમ’ આ ગીત ફિલ્મમાં ત્રણ ગર્જનમાં સાંભળવા મળે છે, એકમાં લત્તાજી બીજા શાંતારામ પોતે ને ત્રીજા વર્જનમાં પણ શાંતારામે ગીતોના શબ્દો-શબ્દોને જોડીને સરળ ઢાળ ગીત ગાયું છે. આ સુંદર પ્રાર્થના ગીત બાદ 14 વર્ષે પંડિત ભરત વ્યાસે ફિલ્મ ‘હમ કો મન કી શકિત દેના’ પ્રાર્થના ગીત લખ્યું હતું.
‘દો આંખે બારહ હાથ’ ફિલ્મને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ મળેલ છે. જગતના ઘણાં ધર્મોમાં તેના ભકતોને ફિલ્મ જોવા કે ગીત સાંભળવાની કે ગાવાની મનાઇ કરે છે પરંતુ આ એક જ ફિલ્મ ગીત તેમાં અપવાદરૂપ હતું. પંડિત ભરત વ્યાસે રાની રૂપમતિ, નવરંગ, સંત જ્ઞાનેશ્ર્વર, ગુંજ ઉઠી શહનાઇ, તુફાન ઔર દિયા જેવી અનેક ફિલ્મોમાં સુપર હિટ ગીતો લખ્યા છે. જાુની ફિલ્મના ગીતો તેના શબ્દોને કારણે આજે પણ ગાયએ છીએ, ઘણા ગીતકારના ગીતોને કારણે પણ ફિલ્મ હીટ થઇ હતી. બધામાં પંડિત ભરત વ્યાસના ગીતો નંબર વન હતા. શાંતારામની ‘નવરંગ’ ફિલ્મનું “આઘા એ ચંદ્રમા રાત આધી” જેવા ગીતો ભરત વ્યાસના શબ્દોને કારણે જ અવિસ્મરણીય બની ગયા હતા. તેમણે લખેલા તમામ ગીતો શ્રેષ્ઠ રહ્યા હતા. તેથી જ 70 વર્ષે પણ આપણે તેને ગુનગુનાવીએ છીએ.
‘એ માલિક તેર બંદે હમ’ ગીતમાં નેડીના રસ્તે ચાલવાને બદીથી દૂર રહેવાની વાત સાથે હસતા હસતા જ મોતની વાત ગીતકારે કરી છે. જીવનમાં અંધારૂ છવાઇ જાય અને માણસ ગભરાય જાય ત્યારે કશું જ દેખાતું નથી, પણ ઇશ્ર્વરનો સાથ મળે તો અમાસને પણ પુનમ કરી દે છે. જયારે જાુલ્મોનો સામનો થાય ત્યારે એ બુરાઇ કરે તો હું ભલાઇ કરીશ તેવી ઇશ્ર્વરીય વંદના-અર્ચના આ ગીતના શબ્દોમાં જોવા મળે છે. ગીતોની મહેનતમાં રાજકપૂર નંબર વન હતા પણ ભરત વ્યાસના ગીતો તો આદિકાળથી આજની ર1મી સદીમાં પણ એટલાં જ તરોતાજી લાગે છે, ગીતો અમર થઇ ગયા છે. ગીતકાર ભરત વ્યાસનું મુંબઇ ખાતે 4 જુલાઇ 1982ના રોજ અવસાન થયું. તેમના નાનાભાઇ અભિનેતા બી.એમ.વ્યાસ પણ છેલ્લે 2013માં અવસાન થયા હતા. ભરત વ્યાસે જાુની ધાર્મિક ફિલ્મોમાં ઘણા ગીતો લખ્યા હતા. તેમના જેવા સફળ ગીતકાર બોલીવુડમાં આજ સુધી થયા નથી.
ફિલ્મ ગીતકાર પંડિત ભરત વ્યાસના હીટ ફિલ્મી ગીતો
- આ લૌટ કે આજા મેરે મીત – રાની રૂપમતિ
- તેરે સુર ઔર મેરે ગીત – ગુંજ ઉઠી શરણાઇ
- કહ દો કોઇના કરે યહાં પ્યાર – ગુંજ ઉઠી શરણાઇ
- દિલ કા ખિલોના હાયે ટુટ ગયા-ગુંજ ઉઠી શરણાઇ
- સારંગા તેરી યાદ મે – સારંગા
- તુ છુપી હે કર્હા – નવરંગ
- આધા હે ચંદ્રમા રાત આધી – નવરંગ
- જયોત સે જયોત જગાતે ચલો – સંત જ્ઞાનેશ્ર્વર
- જીવન ડોર તુજહી સંગ બાંધી – સતી સાવિત્રી
- તુહ ગગન કે ચંદ્રમા હો – સતી સાવિત્રી