પિરીયડ્સના સમયે અસહ્ય દુખાવો, બ્લીડીંગ, અને લીકેજની ટેન્શન મહિલાઓને દર મહિને એવા ખોરાક વિશે જણાવીશ, તેથી માસિક દરમ્યાન થતા પિડાથી છુટકારો મેળવી શકાશો.
– આદુ : આદુમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી તત્વોને કારણે, તેમાં મેડિકલ પ્રોપર્ટી રહેલી છે. માટે ઘણી દવાઓમાં તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આદુની ચા પીવાથી પેટ દર્દ કમ થઇ શકે છે. પિરિયડ્સના પહેલા ત્રણ દિવસે આદુવાળી ચા પીવી ફાયદાકારક છે.
– અનાનસ : ઉનાળુ ફળ અનાનસ માસિક દરમ્યાન શ્રેષ્ઠ ફળ છે. જે મસલ્સને રિલેક્ષ કરી સાંધાના દુખાવાની પીડા ઓછી કરે છે. તેમાં મેગનીઝ૪ વિટામિન સી, ક્રોપર, વિટામિન બીવન જેવા અનેક તત્વો રહેલા છે.
– કેળા : કેળા ખાવાથી શરીરમાં દુખાવો ઘટી જાય છે. કેળામાં પોટેશિયમ, મેનનીઝ, ફોલેટ, વિટામિન -સી, પ્રોટીન અને મિનરલ જેવા ગુણો રહેલા છે. માટે માસિક દરમ્યાન કેળાનું સેવન હિતાવહ છે.
– ચા : મૂડ બનાવવા માટે કોફી પ્રખ્યાત છે. પણ પિરિયડ્સ દરમ્યાન ચા પીવી જોઇએ. વિવિધ પ્રકારની ચા થી માસિકનો દુખાવો મટે છે અને સરળ પણ બને છે. પણ કોફી પીવાનું ટાળવુ જોઇએ.