હોમિયોપેથી કુદરતના નિયમને અનુસરીને સારવાર કરતી પદ્ધતિ છે: ડો. વિવેક વસોયા
રાજકોટના કાલાવડ રોડ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠની એલ . આર . શાહ હોમીયોપેથી કોલેજ સાથે સંલગ્ન એચ . વી . મહેતા હોમિયોપેથીક હોસ્પિટલમાં વિશ્વની સૌથી પ્રાચીન ગણાતી સારવાર પધ્ધતીઓમાંની એક હોમિયોપેથીક ચિકીત્સા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે . આ સારવાર પૃથ્વી દ્વારા ખુબ પિડાદાયક અને સર્જન દ્વારા સર્જરીથી સારવાર સુચવેલ હોય એવા અનેક રોગોથી પિડાતા દર્દીઓએ હોમિયોપેથીક સારવાર દ્વારા ચમત્કારીક પરિણામો મેળવીને સ્વસ્થતા પ્રાપ્ત કરી છે . એચ . વી . મહેતા હોમિયોપેથીક હોસ્પિટલના ડો . વિવેક વસોયા (એમડી . હોમિયોપેથી) ના જણાવ્યા મુજબ દિવસે દિવસે સાંધાના રોગો વધી રહ્યા છે.
આ રોગ વધવાના કારણોમાં ખોરાકમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ જેવા તત્વોની કમી હોવા ઉપરાંત અસંતુલિત ખોરાક , શારીરિક શ્રમ અને કસરતનો અભાવ , બેઠાડું જીવન વગેરે કારણો જવાબદાર છે. જેના લીધે અનેક દર્દીઓમાં સાંધામાં સોજો , સાંયા ઘસાઈ જવા , સાંધા જકડાઈ જવા જેવી પિડાદાયક સમસ્યાઓ જોવા મળે છે. મોડર્ન સાયન્સ દ્વારા સંધિવા , ગઠીયો વા , સાંધાના તળિયા તૂટી જવા , ફ્રેક્ચર , હાડકું વધવું . કમરનો દુખાવો સાયટીકા વેરીકોઝ વેન મણકાના રોગો , ગાદીનો ઘસારો વગેરે જેવા અનેક રોગોમાં પેઈન કિલર તેમજ સ્ટીરોઈડનો ઉપયોગ કરીને સારવાર કરવામાં આવે છે .
જેના લીધે દર્દીને વજન વધી જવું એસિડિટી થવી અને શરીરમાં ખંજવાળ જેવી સાઈડ ઈફેક્ટ થાય છે . આવી સમસ્યાઓ અને રોગોમાં કોઈ જાતની આડ અસર વગર હોમીયોપેથીક દવા ખૂબ જ કારગત નીવડી છે , જે દર્દને જળમૂળથી મટાડે છે. આ પ્રકારના રોગોથી પિડાતા દર્દીઓની સારવાર અંગે વધુ માહિતી આપતા ડો . વિવેક જણાવે છે કે , એચ . વી . મહેતા હોમિયોપેથીક હોસ્પિટલમાં સારવાર માટે આવેલ એક 26 વર્ષની મહિલાને પ્રાથમિક સારવારમાં ગઠીયો વા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. એ દર્દીના રિપોર્ટમાં યુરિક એસિડ નું પ્રમાણ 8.73 એમ.જી જોવા મળ્યું , જે સામાન્ય સંજોગોમાં 2.5 થી 6 વચ્ચે હોવું જોઈએ. આ યુરિક એસિડ સાંધામાં જમા થઈ ગઠીયો વા કરે છે .
આ દર્દીને બે મહિનાની હોમિયોપેથીક સારવારથી યુરિક એસિડ 3.8 એમ જી થઈ જાય છે, જે એકદમ નોર્મલ છે . સારવાર પછી દર્દીને દુખાવામાં સંપૂર્ણ રાહત મળે છે.