ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટ ગુજરાતમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાફ થઈ ચુક્યા છે. ગુજરાતમાં આપને ૫ સીટ મળી છે ત્યારે ગુજરાતમાં આપની સીટને લઈને એક અજીબ ઘટના બની છે જેમાં આમ આદમી પાર્ટીને સીટ મળવાથી એક વ્યક્તિએ મુંડન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આ ઘટના જુનાગઢ જીલ્લાની છે જ્યાં ભાજપ તરફથી સંજય કોરડીયા ભાજપ તરફથી ચુંટણી લડ્યા હતા. ત્યારે ચૂંટણી સમયે ભાજપના કાર્યકર્તાએ કહ્યું હતું કે, ‘આપ’ને એક બેઠક મળશે તો તે મુંડન કરાવશે ત્યારે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીને ૫ સીટ અને જૂનાગઢમાં જૂનાગઢ જિલ્લાની 5 પૈકીની 3 બેઠક ભાજપ, 1 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીને મળી છે. ત્યારે આમ આદમી પાર્ટીને એક ટીકીટ મળતા પોતાના વચનનું પાલન કરીને જૂનાગઢ ભાજપનાં સક્રીય કાર્યકર્તા ખીમજીભાઈ રામે મુંડન કરાવ્યું હતું.

જૂનાગઢ ભાજપનાં સક્રીય કાર્યકર્તા ખીમજીભાઈ રામે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નહી મળે અને આપને એક બેઠક મળશે તો પોતે મુંડન કરાવી નાખશે. ત્યારે પરિણામ તેના વચન નિવેદન વિરદ્ધ આવતા કાર્યકર્તાએ મુંડન કરાવ્યું હતું. જયારે વાણંદ પાસે ગયા ત્યારે મુંડન કરાવવાનું કારણ જાણીને તેને પણ નવી લાગી હતી અને તેણે ખીમજીભાઈ પાસેથી પૈસા પણ ન લીધા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.