સતત ત્રણ વર્ષથી જુદી જુદી અશ્ર્વ સ્પર્ધા તેમજ રમતોત્સવસમાં ભાગ લઇ અનેક સન્માન તેમજ શીલ્ડ વિજેતા બની કાઠીયાવાડનું ગૌરવ સરીખા જયકુમાર વ્યાસે 10માં રાષ્ટ્રીય જસરા અશ્ર્વ શોમાં વિજયમાળા સર્જી સફળતરના શિખરો સરકર્યા છે. સતત મહેનતને પરીશ્રમના અનુગામી જયકુમારે 40 કિ.મી. જુનીયર એનડયુરેન્સમાં પ્રથમ વિજેતા બની, બાલવીર સન્માનથી સન્માનીત થયા છે. સૌથી નાની ઉંમરના ગુજરાતના પ્રથમ ટેન્ટપેગર તરીકે પ્રથમ પ્રયાસ ડબલ પેગ લઇ જુનીયર ટેન્ટ પેગીંગમાં પ્રથમ વિજેતા બન્યા છે.
જયકુમારના ભાઇ પર્યાથ દવે તથા દીપ દેસાઇ પણ અશ્ર્વસુંદરતા ર્સ્પધામાં વિજેતા બન્યા. તેમના ભાઇ યર્થાથ દવેનો અશ્ર્વ ગીરધર નર અશ્ર્વ સુદરતામાં ત્રીજો નંબરે રહેલ તેમજ દીપભાઇ દેસાઇનો અશ્ર્ન દુધીયા દાંત અશ્ર્વ ર્સ્પધામાં ચર્તુથ નંબરથી વિજેતા થયેલ. જય કુમારા 40 કી.મી. જુનીયર એન્ડયુરેન્સમાં દીપકભાઇ ગોરના અશ્ર્વ ભુતનાથ સાથે પ્રથમ વિજેતા રહેલ. માત્ર 14 વર્ષે ગુજરાતનાં સૌથી નાના ટેન્ટ પેગર બની સો કોઇ જનમેદનીને આર્કષીત કરી પ્રથમ વિજેતા થયેલ. અગાઉ જયકુમાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સન્માનીત થઇ ચુકેલ છે. જયકુમાર 400થી વધારે અશ્ર્વ પાલક મિત્રો સાથે સંગઠીત અશ્ર્વપાલક ગ્રુપ ચલાવી રહ્યા છે. તેમના સતત પ્રયાસ અશ્ર્વસંર્વધન તેમજ અશ્ર્વ શક્તિને યશોબળ પ્રસિધ્ધિ મળે તેવા રહે છે. આગામી દિવસોમાં જયકુમાર જુનીયર ટેન્ટપેગઇન તેમજ શો જમ્પીંગ ચેમ્પીયનશીપ માટે તનતોડ મહેનત કરી કાઠીયાવાડનું ગૌરવ વધે તેવા પ્રયાસ કરી રહ્યા છે. આર.ડી.ઝાલા હોર્ષ રાઇડીંગ કલબમાં રહી જયકુમાર તેમના પ્રશિક્ષક કિશોરસિંહ ઝાલા, રામરાજસિંહ વાળા, બલભદ્રસિંહ જાડેજા, અશ્ર્વિનસિંહ ઝાલા, જયસિંહભાઇ લાવડિયાની શિક્ષા હેઠળ શો જમ્પીંગ તથા ટેન્ટ પેગ ઇન જુનીયર ચેમ્પીયનશીપ માટે તનતોડ પ્રશિક્ષણ લઇ રહ્યા છે.