દરેક વિધાર્થી દરેક સમય પોતાના જીવનમાં અભ્યાસ કરતાં હોય ત્યારે અનેક ટિપ્સ અને ટ્રિક્સ દ્વારા પરીક્ષા વખતે તૈયારી કરતાં હોય છે. તો ત્યારે ક્યારેક ક્લાસમાં ભણતા બીજા વિધાર્થી સારા માર્કસ લેતા હોય તો દરેકને એક પ્રશ્ન જોય મનમાં આપણે કઈ રીતે મેળવી શકીશું સારા માર્ક
તો આજે દરેક અભ્યાસ કરતાં વિધાર્થી માટે એવી ટિપ્સ જે તેમને બનાવી શકે ટોપર :-
અવશ્ય બનાવો ક્લાસ નોટ્સ :
જ્યારે દરરોજ ક્લાસમાં ભણવા જાવ ત્યારે, અવશ્ય તમે ક્લાસ નોટ્સ બનવતા હશો. જો ના બનાવતા હોય તો એક વાર જરૂર પ્રયાસ કરજો. કારણ તે બનશે તમારી પરીક્ષા પેહલાની મુખ્ય ચાવી. દરેક વિધાર્થીએ દરરોજ પોતાની રીતે આ નોટ્સ બનાવી જોઇયે. જે આવશે આપને ખૂબ કામ. કારણ છેલ્લી ઘડીએ તે નોટ્સ તમને બનાવશે પરીક્ષા માટે એકદમ ત્યાર . વગર મેહનત તે અપાવશે તમને વધુ સારા ગુણ.
દરરોજ અલગ વિષય પર કરો તૈયારી :
પરીક્ષા પેહલા સૌથી મોટો પ્રશ્નએ થાય કે કઈ રીતે કરવી તૈયારી ? તો આ પ્રશ્નનો જવાબ માત્ર એજ છે કે જ્યારે તમે ત્યારી કરવા બેસો તો દરરોજ એક વિષય પર અભ્યાસ કરવા કરતાં અલગ-અલગ વિષય પર તૈયારી અને બનાવો તમારી તૈયારીને બીજા કરતાં ખાસ. જુદા-જુદા વિષય પર ત્યારી કરવાથી તમે થઈ જશો પરીક્ષા પૂર્વ દરેક વિષયમાં નિપૂર્ણ.
અભ્યાસ વખતે તેમજ ધ્યાન આપો :
આજના યુગમાં દરેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમકે મોબાઈલ,ટીવી,લેપટોપ દરેક વિધાર્થીનું ધ્યાન ખેચતું હોય છે, ત્યારે દરેક વિધાર્થીએ પોતાની સમજણથી ભણતી વખતે આ બધા યંત્રોને દૂર રાખવા જોઇયે. જો આ વસ્તુ દરેક વિધાર્થી કે બાળક પોતાના અભ્યાસ સમયે કરે તો બની શકે છે ટોપર. ભણતી વખતે ભણતર તરફ ધ્યાન રાખવાથી અભ્યાસ વધુ સારો બની શકે છે સાથે ત્યારી પણ ખૂબ સારી રીતે થાય છે.
દરેક મનમાં ઉદભવતા સવાલોનું નિરાકરણ લાવો :
ક્યારેક બાળક તેમજ વિધાર્થી સવાલો પૂછવાથી ડરતો હોય છે. તો તેને આ સવાલ જે મનમાં હોય તેનું નિરાકરણ લાવું જોઇયે, ત્યાર જો સવાલનો જવાબ ના મળે તો તેને કોઈ પણ વિષય સંપૂર્ણ રીતે સમજાશે નહીં. ત્યારે દરેકએ પોતાના સવાલોનું નિરાકરણ લાવું જોઈએ તે પણ ડર સવાલ ભલેને પછી હોય નાનો કે મોટો પણ એ સવાલ વિધાર્થી જવાબ સુધી લઈ જાય છે અને પરીક્ષા વખતે ખૂબ ઉપયોગી બને છે.
સમય અંતરે બ્રેક લ્યો :
દરેક વિધાર્થી પોતે સમય અંતરે બ્રેક લેતા જોવા મળે છે. તો પરીક્ષા પહેલા કે અભ્યાસ ક્રમમાં અવશ્ય થોડા ઘણા બ્રેક લ્યો અને તમે તે સમયમાં થોડા ઘણા રીલેક્સ થાવ અને ત્યારબાદ તે સમયમાં તમારી મનગમતી પુસ્તક વાંચો કે પછી ગીતો સાંભળો જે તમને કરશે થોડા સમય માટે એકદમ રિલેક્સ ત્યારબાદ ફરી પાછું વાંચો આ પદ્ધતિ બનાવશે તમારી યાદ શક્તિ સતર્ક અને અપાવશે તેમને એકદમ વિશિષ્ટ માર્ક અને બનો એક ટોપર.
તમારી ભણતર પદ્ધતિને ઉદાહરણ સાથે જોડો :
દરેક વિધાર્થી કે બાળક ઘણી વાર અનેક પ્રશ્નોમાં ઘૂચ્વાતા હોય છે. ત્યારે દરેકે પોતાની રીતે જો જવાબ મેળવો હોય તો ઉદાહરણ સાથે ભણતરને જોતાં શીખવું જોઇયે. કારણ ઉદાહરણ તે સરળતા વળે બધી વાતોને મનમાં ઉતારી લે છે. ત્યારે જો આ પદ્ધતિ અપનાવાય તો ભણતર ખૂબ સરળ અને સહેલું લાગવા માંડે છે. ત્યારે આજના યુગમાં ટેક્નોલૉજી દ્વારા અનેક મધ્યમથી બાળક ભણે તો તેને ભણતરનો ભાર સાવ ઓછો લાગશે.
આજે જ દરેક વિધાર્થી કે બાળક વાંચો અને અપનાવો આ ખૂબ સરળ ટિપ્સ અને બનો તમે પણ બીજાની જેમ ટોપર.