ઠંડીની ઋતુમાં સ્ટાઈલીશ કપડાં પહેરવા એ ખૂબ જ વિચારવા જેવુ છે કારણકે ઠંડીના કારણેના તો કોઈ સ્લીવલેસ કપડાં પહેરી શકી ના તો કોઈ શોર્ટ્સ, ફોર્ક વેગેરે તો ચાલો અમે તમને જમ્પશુટ વિષે જણાવીએ જેનાથી તમને ઠંડીની સાથે સાથે સ્ટાઈલીશ લૂક આપશે. તે દેખાવમાં સરળ તેમજ આરામદાયક છે
તમે કોઈ પણ આખું એક કલરનું જમ્પશુટ પહેરી તેના પર પહોળો બેલ્ટ લગાવી શકો છો તે તમને એક અલગ જ લૂક આપશે.’
તમે જમ્પશુટ પર કોઈ ડેનિમ કોટિ પણ પહેરી શકો છો.
લાઇટ કલરના જમ્પશુટ સાથે તમે ડાર્ક કલરના વ્હોલશુઝ પહેરી શકો છો. તેનાથી તમારા પગ ઢંકાયેલ રહેશે. અને પગમાં ઠંડી પણ નહિ લાગે.
જો તમે ઠંડીની સિઝનમાં કોઈ પાર્ટીમાં જવાના હોય તો તમે ઓફશોલ્ડર જમ્પશુટ પહેરીને ગળામાં કોઈ ડાયમંડની જેવેલેરી પણ પહેરી શકો છો.
પ્રોફેશનલ લૂક આપવા માટે તમે જમ્પશુટ પર બ્લેઝર પણ પહેરી શકો છો.
તમે કોઈ પ્રિન્ટેડ જમ્પશુટ પણ પહેરી શકો છો પરંતુ તેમાં બ્રાઈટ કલર વધારે આકર્ષક લાગશે.
તમે જમ્પશુટ પહેરી ગળામાં સ્કાર્ફ પણ રાખી શકો છો જે શિયાળામાં અલગ જ લૂક આપશે.
જો તમારી પાસે કોઈ સ્લીવલેસ જમ્પશુટ હોય તો તમે તેની અંદર ઇનર પણ પહેરી શકો છો અથવા કોઈ ફુલ સ્લીવનું ટી –શર્ટ પણ પહેરી શકો છો.
તમે તેના પર કોઈ લોંગ શ્રગ પણ પહેરી શકો છો જે તમને ખૂબ જ અલગ જ લૂક આપશે.
તમે જમ્પશુટ પર એન્કર શુઝ તેમજ ફ્લૉપી કેપ પણ પહેરી શકો છો.