ટિકિટ વિના ટ્રેનમાં ઘુસી ભિક્ષુકો દ્વારા મુસાફરોને થતી હેરાનગતિમાંથી છુટકારો અપાવવા ખુદાબક્ષોને એક વર્ષની સજા અને આકરો દંડ વસુલ કરાશે ક્ષ રેલવેમાં બીડી-સિગારેટ પીનાર પાસેથી પણ મોટી રકમનો હાજર દંડ વસુલ કરાશે
ટ્રેનમાં ભિક્ષાવૃતિ કરનારા અને બીડી-સિગારેટ ફૂંકી ત્રાસ ફેલાવતા શખ્સોને આકરો દંડ ફટકારાશે
ભારતીય રેલવેમાં ખુદાબક્ષો અને બીડી-સિગારેટ ફુકી ત્રાસ ફેલાવતાઓ સામે કડક કાર્યવાહી કરી ટ્રેનમાં ન્યુશન્સ ફેલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરનવા માટે રેલવે મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવતા ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી ભિક્ષાવૃતિ કરનાર અને બીડી-સિગારેટ ફુકનાર સામે આકરો દંડ વસુલ કરવાની સિધ્ધાંતિક સહમતી સાથે સરકાર દ્વારા લોકોનો અભિપ્રાય માગવામાં આવ્યો છે.
રેલવે સ્ટેનશન એટલે ભિક્ષુકોનો અડ્ડો બની ગયો હોય તેમ રેલવે સ્ટેશન પર પડયા પાર્થયા રહેતા હોય છે અને ટ્રેનમાં ટિકિટ વિના જ અવર જવર કરી મુસાફરો પાસેથી ભિક્ષા માગી ટ્રેનમાં પેસેન્જરોને ત્રાસદાયક બનતા હોવાથી આવા ખુદાબક્ષો સામે રેલવે પોલીસ દ્વારા અવાર નવાર ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં ભિક્ષુકો રેલવેમાં ભિખ માગવાની પોતાની આજીવીકા હોય તેમ રેલવે સ્ટેશન સુઇ રહેવું અને ટ્રેનમાં મુસાફરી કરનાર પાસે ભિક્ષા માગી ન્યુશન્સ ફેલાવતા હોવાની રાવ ઉઠી છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા આવા ન્યુશન્સને દુર કરવા માટે ખુદાબક્ષો માટે કરાતો દંડ અને સજાની જોગવાય કડક કરવી જરૂરી ગણાવી છે. ખુદાબક્ષો સામે રેલવેના કાયદા મુજબ
૧૪૪(૨) મુજબ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા તેને રૂા.૨ હજારનો દંડ અથવા એક વર્ષ સુધીની સજા કરવામાં આવતી આવા ખુદાબક્ષો પાસેથી આકરો દંડ વસુલ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. એનો અર્થ એ નથી કે દંડ ભરનાર ખુદાબક્ષ ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી ભિક્ષ માગી શકે ટ્રેનમાં ખુદાબક્ષો અટકાવવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી ગણાવી છે.
આ રીતે જ ચાલુ ટ્રેને બીડી-સિગારેટ પી અન્ય મુસાફરો માટે ત્રાસદાયક બનતા ફુકણીયાઓને પણ કાયદાના પાઠ ભણાવવા જરૂરી ગણાવી તેનો દંડ વધારી આકરી કાર્યવાહી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે જાહેર સ્થળે ધ્રુમપાન કરવા સામે ઘણા રાજયમાં જાહેરનામું બહાર પાડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આ કાયદાનો અમલ કરી ટ્રેનમાં બીડી-સિગારેટ પીનાર ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ બીડી-સિગારેટના ધુમાડા કાઢતા ફુકણીયાઓ પાસેથી મોટી રકમનો દંડ વસુલ કરવામાં આવે તો તેઓને જાહેર સ્થળે અને ચાલુ ટ્રેને બીડી-સિગારેટ પીવી મોંઘી પડી શકે તેમ કહ્યું છે.
ચાલુ ટ્રેને બીડી-સિગારેટ પીનાર સામે અત્યાર સુધી રૂા.૧૦૦નો દંડ થતો હતો તે અનેક ગણો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે કેટલો દંડ વસુલ કરવામાં આવશે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમજ ફરી વખત ખુદાબક્ષ પકડાય કે રેલવે સ્ટેશન અને ચાલુ ટ્રેને બીડી-સિગારેટ પીવાનો બીજી વખત ગુનો કરે તેવા શખ્સો સામે કડકમાં કડકની સજાની જોગવાય કરવાની ભાલમણને સિધ્ધાંતિક મંજુરી આપી આ અંગે લોકોના અભિપ્રાય પુછવામાં આવ્યા છે.