જામનગરમ હાલ જી.જી. સિવિલ હોસ્પિટલમાં ચાલતા જાતીય શોષણના મામલે મૂળિયા શહેરના પોષ વિસ્તાર એવા શરુ સેક્શન રોડ સુધી પહોંચ્યા છે. શરુ સેક્શન રોડ પર હોસ્પિટલમાંથી મહિલા એટેનડેન્ટને શરુ સેક્શન રોડ પર લઈ જતા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ રેકેટનું પગેરું શરુ સેક્શન રોડ પર હોવાથી પાડોશીઓ પણ ત્રસ્ત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાંથી બહાર આવેલા લોહીના વ્યાપારના વેપલા પર હોસ્પિટલના ક્યાં દલાલો મોટા માથાઓને છાવરી રહ્યા છે તેની ઊંડાણ પૂર્વક તપાસની પણ માંગ ઉઠી રહી છે. જી.જી. હોસ્પિટલમાં રહેલા દલાલોના કારણે અત્યાર સુધી લગભગ 60 થી 70 જેટલી મહિલા એટેનડેન્ટ ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ યુવતીઓને બિરદાવતા સાંસદ પૂનમ માડમે પણ પોતાનું નિવેદન આપ્યું છે.
જામનગરમાં યૌનશોષણ મામલે સાંસદ પુનમબેન માડમે કહ્યું કે, ‘કલેકટર દ્વારા આ બાબતે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિમાં ત્રણ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. આવતા દિવસોમાં સમિતિ બધા પહેલું જોઈ બધાની વાત સાંભળી એક નિરપેક્ષ રિપોર્ટ તૈયાર કરશે. તે રિપોર્ટ ગુજરાત સરકાર સમક્ષ રજુ કરવામાં આવશે. તે રિપોર્ટ મુજબ સરકાર કડક કાર્યવાહી કરશે.’
આગળ વાત કરતા પૂનમ માડમ જણાવે છે કે, ‘આ દીકરીએ જે આગળ આવીને બધા સામે આ વાત કરી છે તે બદલ તેને ખુબ અભિનંદન પાઠવું છુ. આવા બનાવો ઘણી જગ્યા પર બનતા હશે પણ દીકરીઓ ડર, ભય કે પોતાની બદનામી થશે તેમ ગણી આગળ નથી આવતી. જયારે આ દીકરીએ હિમ્મત બતાવી આ કૃત્યનો પ્રદાફાશ કર્યો છે. જેથી આગળ આવું ના થાય.’
પૂનમ માડમ જણાવે છે કે, ‘રાજ્યની બધી દીકરીઓને કહું છુ કે તમારી સાથે જો આવું થાય તો તમે બેજિજક આગળ આવો. બધી દીકરીઓની સંયુક્ત જવાબદારી છે કે આવો બનાવ કોઈ સાથે ના બને. ભવિષ્યમાં કોઈ દીકરી સાથે આવો બનાવ ફરી ના બને તે માટે આપણે આ કેસના આરોપીને કડક સજા આપી ઉદાહરણ પૂરું પાડીશું.