અત્યારે લોકો બજારમાં શોપિંગ કરવાને બદલે ઓનલાઈન શોપિંગ કરવામાં વધારે રસ ધરાવે છે. તેમાં જોતી હોય તે વસ્તુઓ આકર્ષક ઓફર સાથે મળી શકે છે. ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ પણ થઈ શકે છે. ઘણી વખત ઓર્ડર એડ્રેસની કારણે ખોટી જગ્યા પર પણ પહોંચી જાય છે. આવી જ એક ઘટના અમેરિકામાં બની છે જ્યાં એક મહિલાના ઘરની બહાર 100 થી વધુ બોક્સના ઢગલા કરી દેવામાં આવ્યા છે.
અમેરીકામાં આ મહિલાએ કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપ્યો નથી અને 100 થી વધુ એમેઝોનના બોકસ તેના ઘરની સામે ઢગલા કરી દીધા છે. આ મામલો અમેરિકાના ન્યૂયોર્કનો છે. અહીં રહેતી જિલિઅન કેનને જ્યારે તેના ઘરની બહાર માસ્કથી ભરેલા 150 એમેઝોન પેકેજો જોયા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. હવે, તે હવે તે આ માસ્કને સ્થાનિક હોસ્પિટલોમાં આ દાન આપી રહી છે.
પેકેજની ડિલિવરી ક્યારે શરૂ થઈ ?
જિલિઅને કહ્યું કે, ‘આ પેકેજો તેને 5 જૂનથી આવવાના શરૂ થયા. શરૂઆતમાં, તેણે વિચાર્યું કે તેના ભાગીદારએ સ્ટુડિયો માટે કંઈક વસ્તુ મંગાવી હશે. જો કે, જ્યારે તેણે બધા બોક્સ ખોલ્યા ત્યારે તેમાં માસ્ક હતા. જ્યારે તેણે ખબર પડી કે તેને અથવા તેના પાર્ટનરે કઈ પણ ઓર્ડર નથી આપીયો ત્યારે તેને ફરીથી સરનામું ચકાસ્યું. પરંતુ તે સરનામાં પર જ બધા બોક્સ આવ્યા હતા.
હોસ્પિટલોમાં દાન માસ્ક
જ્યારે પેકેજ પહોંચવાનું બંધ ન થયું, ત્યારે જિલિઆને એમેઝોનનો સંપર્ક કર્યો હતો. એમેઝોન દ્વારા જ્યાં સુધી તેની આ ભૂલ સુધારવામાં આવી ત્યાં સુધીમાં, જિલિઅને ઘરે હજારો માસ્કવાળા 150 થી વધુ પેકેજો પહોંચાડ્યા હતા. એમેઝોને કહ્યું કે, ‘તે આ માસ્ક રાખી શકે છે. આખરે જિલિઆને સ્થાનિક હોસ્પિટલોમાં આ બધા માસ્ક દાન કરવાનું નક્કી કર્યું.