લગ્નમાં ફોટા પાડવાનો રીવાજ જુનો છે. ફોટોશુટ કરાવવા માટે લોકો ખૂબ ખર્ચો કરતા હોય છે. ડ્રેસિંગથી લઇને લોકેશન સુધીની બાબતોનું ધ્યાન રાખતા હોય છે. પરંતુ કેનેડાના યુવાનનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. એક યુગલના લગ્ન પછી તરત જ યાદગાર ફોટોશુટની તૈયારીઓ ચાલી રહી હતી. વિક્ટોરિયા પાર્કમાં તળાવના કિનારે દુલ્હો ‘ક્લેટન કુક’ અને તેની દુલ્હન ‘બ્રિટની’ તળાવના બ્રિજ પર ફોટોશુટ કરાવી રહ્યા હતા. એ જ વખતે ક્લેટનની નજર તળાવના પાણીમાં ગઇ કોઇક ડુબી રહ્યું હોય એવું લાગતું હતું. એક બાળક પાણીમાં પડી ગયુ એ જાણીને ફુડે ફોટોશુટ છોડીને સીધી પાણીમાં છલાંગ લગાવી, સુટબુટ પહેર્યા હોવા છતા જ તે પાણીમાં પડ્યો અને બાળકને બાથમાં ઉચકીને કિનારે લઇ આવ્યો શરુઆતમાં દુલ્હન બ્રિટનીને લાગ્યુ કે ક્લેટન કંઇક મજાક કરી રહ્યો છે પણ જ્યારે તેના હાથમાં બાળકને જોયું અને આખી વાત જાણી ત્યારે તે પોતાના નવા-નવાં બનેલા પતિ પર ઓવારી ગઇ. બ્રિટનીએ તે બાળક સાથેનો પોતાના પતિનો ફોટો ખેંચી લીધો અને સોશિયલ મિડિયા પર લખ્યું, વેડિંગ ફોટોશુટ બેસ્ટ ફોટો.
Trending
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે