જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.
માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ ‘માણેક અને નંદીની’ ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.
રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.
અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.
બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.
અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.
કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.
મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.
દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.