ગામડાનું નામ આવતા જ આપણા મગજમાં કાચા ઘર, તુટેલા રસ્તા અને લાઇટ-પાણીની સુવિધા વગર જીવતા લોકો નજરે ચડે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થાય એવું આ ગામ છે. કે જ્યાં આલીશાન ઘર, લકઝરિયસ કાર્સ અને દરેક ઘરના એકાઉન્ટમાં દોઢ કરોડની અમાઉન્ટ છે. આ સાંભળીને તમે માની નહી શકો. પરંતુ આ વાત એકદમ સાચી છે.

આ ગામની લાઇફ સ્ટાઇલ કોઇ મેટ્રો શહેરથી કમ નહી લાગે. આ ગામ છે. ચીનના જિયાંગસૂ પ્રોવિન્સનું વાકસી ગામ કે જે દુનિયાનું સૌથી ધનવાન ગણાતું ગામ છે. અહીં સ્ટીલ અને શિપિંગ કંપનીઓ ઢગલાબંધ આવેલી છે. કરોડો કંપનીઓનો ગઢ છે. આ વાકસી ગામ, અહીં દરેકના ઘર તમને હોટેલથી કમ નહીં લાગે. અહીં જુગાર અને ડ્રગ્સ પર પાબંધી છે. અહીં કોઇ મિડિયાની મદદ લેતુ નથી.

ગામની આ સક્સેસને શિખર પર પહોંચાડનાર વ્યક્તિ કમ્યુનિસ્ટ પાર્ટીના લોકલ સેક્રેટરી વુ રેનાબો છે. જેણે આ ગામના વિકાસનો તખ્તો તૈયાર કર્યો, તેમણે કંપનીની રચના કરી સામુહિક ખેતીને પ્રાધાન્ય આપ્યુ. આજે વાકસી ગામ માત્ર ચાઇનાનું જ નહીં પરંતુ વર્લ્ડનું ધનવાન શહેર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.