૧: HENNESSEY VENOM F5: ૪૮૪ kMPH
નંબર એક ઉપર છે હેનેસી કંપની ની સૌથી લેટેસ્ટ કાર Venom F5. આ કાર વેનોમ GT નું અપગ્રેડેડ વર્ઝન છે. આ કાર એ હજી પોતાનો સ્પીડ નો રેકોર્ડ સાબીત કરવાનો બાકી છે. કંપની ના દાવા પ્રમાણે આ કાર ૦ થી ૩૦૦ ની સ્પીડ માત્ર ૧૦ સેકન્ડ માં અને ૦ થી ૪૦૦ ની સ્પીડ ૨૦ સેકન્ડ ની અંદર પોહચી શકે છે. આ કાર ૨૦૧૭ માં લાસ વેગસ માં લોન્ચ કરવામાં આવી હતી પણ આ કાર ની ૨૦૧૯ થી વેચાણ શરુ થશે. આ કાર માં છે ૧૬૦૦ હોર્સપાવર પાવર નું ૮ લીટર નું V8 એન્જીન જે આને ટોપ સ્પીડ આપે છે. આખી કાર નો કુલ વજન ૧૩૩૮ કિલો છે. અને આમાં છે ૭ ગેર ઓટોમેટીક ક્લચ ટ્રાન્સમિશન. આ કાર ના માત્ર ૨૪ મોડેલ જ બન્યા છે. અને આ કાર કોને વેચવાની છે એ કંપની નક્કી કરશે.
૨: KOENIGSEGG AGERA RS: ૪૪૭ kMPH
નંબર ૨ ઉપર છે કોનીસેગ કંપની ની AGERA RS જેની ટોપ સ્પીડ છે ૪૪૭ કિમી/કલાક. આ કાર ને ૨૦૧૫ ના જેનેવા મોટર શો દરમ્યાન રજુ કરવા આવી હતી. આ કાર એક લીમીટેડ એડીસન છે. કુલ મળી ને ૩૦ મોડેલ જ બન્યા છે. આ કાર નું એન્જીન છે ૧૧૬૦ હોર્સપાવર પાવર નું ૫.૦ લીટર નું V8 એન્જીન જે ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૨.૯ સેકન્ડ માં પોહંચી શકે છે.
૩: HENNESSEY VENOM GT: ૪૩૪ kMPH
નંબર ૩ ઉપર છે ૪૩૪ કિમી/કલાક ની સ્પીડ વારી હેનેસી કંપની ની GT કાર. આ કાર ના માત્ર ૧૩ મોડેલ જ બન્યા છે. આ કાર એ બુગાટી કંપની ની વેરોન ની સ્પીડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ કાર ને પાવર આપે છે એક ૧૪૫૧ હોર્સપાવર નું શક્તિશાળી એન્જીન જે ૦ થી ૧૦૦ સ્પીડ માત્ર ૨.૪ સેકન્ડ માં પકડી શકે છે.
૪ :BUGATTI VEYRON SUPER SPORT: ૪૩૧ KMPH
બુગાટી ની જ આ કાર વેયરોન સુપર કાર એક ૨૧ મી સદી ની હાઇટેક કાર છે. આ કાર એ અલ્ટીમેટ એરો પાસે થી વિશ્વ ની સૌથી ફાસ્ટ કાર નો એવોર્ડ લઇ લીધો છે. આવી માત્ર ૩૦ મોડેલ બન્યા છે. આ વેરોન સુપર સ્પોર્ટ ની સુપર સ્પીડ છે કલાક ના ૪૩૧ કિલોમીટર પણ આ કાર ની સ્પીડ ને ૪૧૫ ની સ્પીડે લોક કરવામાં આવી છે આ કાર ની પ્રાઈઝ છે ૧૯ કરોડ રૂપીયા છે. આ કાર નું એન્જીન છે ૮.૦ લીટર નું ૧૬ સીલીન્ડર ધરાવતુ ટર્બો ચાર્જ એન્જીન માટે આ કાર છે નંબર ૪ ઉપર
૫: BUGATTI CHIRON: ૪૨૦ kMPH
બુગાટી શીરોન વિશ્વ ની સૌથી મોંઘી કાર માંથી એક છે. અને સૌથી ફાસ્ટ કાર માં નંબર ૫ ઉપર છે આ કાર બુગાટી ની કાર વેરોન નું અપગ્રેડ વર્ઝન છે આ કાર ની ટોપ સ્પીડ છે. જે કલાક ની ૪૨૦ કિમી ની સ્પીડે દોડી શકે છે. ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૨.૪ સેકન્ડ માં પકડી શકે છે. આ કાર બનેલી છે એકદમ મજબુત એવા કાર્બન ફાઈબર વડે. આ કાર ને સ્પીડ આપે છે ૮.૦ લીટર નું કવાડ W૧૬ એન્જીન જેનો પાવર છે ૧૪૮૦ હોર્સપાવર. એવું કહેવાય છે કે આ કાર ની સ્પીડ ને ૪૨૦ કિમી ઉપર કોમ્પ્યુટર દ્વારા લોક કરી દેવા આવી છે કારણકે આ કાર ના ટાયર આનાથી વધુ સ્પીડ ખમી શકે તેમ નથી. લોક વગર આ સિરોન કાર લગભગ ૪૬૩ કિમી ની સ્પીડ ઉપર દોડી શકે છે. આ કાર ની ભારત માં કીમત અંદાજે ૪૨ કરોડ રૂપીયા છે. બુગાટી કંપની આવી માત્ર ૪૦૦ કાર બનાવી છે જેમાં થી ૨૫૦ જેટલી કાર લોન્ચ પેહલા જ બુક થઇ ગઈ હતી.
૬: SSC ULTIMATE AERO: ૪૧૧ KMPH
નંબર 6 ઉપર છે SSC ની અલ્ટીમેટ એરો કાર, અમેરીકન કંપની ની આ કાર એ ૬ વર્ષ સુધી વિશ્વ ની સૌથી ફાસ્ટ કાર નો એવોર્ડ મળેલો છે. આ કાર ની ટોપ સ્પીડ છે કલાક ના ૪૧૧ કિલોમીટર પ્રતી કલાક. આ કાર ને સ્પીડ આપે છે તેનું ૬.૩ લીટર નું ટ્વીન ટર્બોચાર્જ V8 એન્જીન જે તેને ૧૨૮૭ હોર્સપાવર ની તાકાત આપે છે. ૦ થી ૧૦૦ ની સ્પીડ આ કાર માત્ર ૨.૯ સેકન્ડ પોહચી શકે છે. આ કાર ની કીમત અંદાજે ૬ કરોડ ની આસપાસ છે
૭: TESLA ROADSTER: ૪૦૨ KMPH:
ટેસ્લા કંપની એ ૨૦૧૭ માં પોતાની નવી કાર રોડસ્ટર ૨.૦ ની જાહેરાત કરી હતી. કંપની ના દાવા પ્રમાણે આ કાર સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક છે. અને ૦ થી ૧૦૦ ની સ્પીડ માત્ર ૧.૯ સેકન્ડ માં પકડી શકે છે. આની અંદર ૩ ઈલેક્ટ્રીક મોટર છે જેની અંદર ૨૦૦ કિલોવોટ ની બેટરી આપેલી છે જે કાર ને કુલ ૧૦૦૦ કિલોમીટર ની રેંજ આપે છે. પણ આ કાર હજી પ્રોડક્શન માં નથી અને ૨૦૨૦ પેલા કોઈ શક્યતા પણ નથી. માટે આ કાર ની સ્પીડ નો દાવો હજી સ્વીકારાયો નથી.
૮: SALEEN S7 TWIN TURBO: ૪૦૦ kMPH
આઠમાં નબર ઉપર છે અમેરીકન કંપની સલીન ની S7 ટ્વીન ટર્બો જે ૪૦૦ કિલોમીટર પ્રતી કલાક ની સ્પીડ પકડી શકે છે. આ કાર ૨૦૦૭ માં બનેલી છે. આ કાર માં છે ૭.૦ લીટર ની એલ ટ્વીન ટર્બો ચાર્જ V8 એન્જીન જે કાર ને આપે છે ૧૦૦૦ હોર્સપાવર ની તાકત. ૦ થી ૧૦૦ ની સ્પીડ ૩.૨ સેકન્ડ માં પોહચી શકે છે. આ કાર ની અંદાજીત કીમત ૭ લાખ ડોલર ની આસપાસ છે.
૯ : KOENIGSEGG CCR: ૩૮૯ kMPH
નવમાં નંબર ઉપર છે સ્વીડીશ કાર કંપની કોનીસએગ સીસીઆર જે ની ટોપ સ્પીડ છે કલાક ની ૩૮૯ કિલોમીટર પ્રતી કલાક. આ કાર ૨૦૦૫ માં ફાસ્ટેસ્ટ કાર નો એવોર્ડ મળેલો છે. આવી કુલ માત્ર ૧૪ કાર જ બનેલી છે. આ કાર ૦ થી ૧૦૦ કિમી/કલાક ની સ્પીડ માત્ર ૩.૨ સેકન્ડ માં પકડી શકે છે. આ કાર માં લાગેલું છે ૪.૭ લીટર નું V8 ટ્વીન ટર્બો ચાર્જ એન્જીન અને 6 સ્પીડ ગીયર. આ કાર ની લોન્ચ સમયે કીમત હતી ૬.૫ લાખ ડોલર પણ આજે આ કીમત અંદાજીત ૧૦ લાખ ડોલર આસપાસ છે. કારણ કે આ કાર ખુબ જ દુર્લભ છે.
૧૦: MCLAREN F1: ૩૮૭ KMPH
આ કાર આમ તો ૧૯૯૩ માં બનેલી છે છતા આજે પણ આ સુપરકાર વિશ્વ ની સૌથી ફાસ્ટ કાર ની લીસ્ટ માં છે. મેક્લેરેન કંપની એ બનાવેલી આ કાર ની અંદર એક ૬.૧ લીટર નું V12 એન્જીન છે જે કાર ને ૩૮૭ કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ આપે છે. આ મોડેલ ની કુલ મળી ને માત્ર ૧૦૬ કાર જ બનાવામાં આવી છે. માટે આ કાર ખુબ જ દુર્લભ છે.૧૯૯૩ માં આ કાર ની કિમત ૮ લાખ ડોલર હતી. જયારે ૨૦૧૭ માં એક F1 કાર ૨.૪ કરોડ ડોલર માં વેચાણી છે.