સમય બદલાતા વાર નથી લાગતી અને સમય બતાવનું કામ ઘડિયાળ કરે છે. વિશ્વભરમાં મોંઘી ડિઝાઇનર ઘડિયાળના લાખો દિવાના છે તેમના માટે ખાસ છે આ ઘડિયાળ.
તો ચાલો જાણીએ વિશ્વની મોંઘી સ્ટાઇલિશ ઘડિયાળો વિશે
Supercomplication: આ ઘડિયાળને વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ માનવામાં આવે છે. આ ઘડિયાળની કિંમત લગભગ 68 કરોડ રૂપિયા છે આ એક પૉકેટ વોચ છે, જે સુપરકૉમ્પ્લિકેટેડના નામથી જાણીતી છે. આ ઘડિયાળનો વજન 500 ગ્રામ છે.
The Hublot: ધ હબલૉટની કિંમત લગભગ 31 કરોડ રૂ. છે. આ ઘડિયાળમાં આશરે 1200 ડાયમંડ્સ લગાવેલા છે. અને આ ડાયમન્ડ્સ 140 કેરેટ્સના છે.
Richard Mille Caliber RM 019 Celtic Knot Tourbillon: આ ઘડિયાળની કિંમત 2 કરોડ 9 લાખ રૂપિયા છે. આ ઘડિયાળ નુકસાનકારક એનર્જી દૂર કરવા માટે પણ કામ કરે છે
Louis Moinet Meteoris: અદ્દભુત ઘડિયાળોમાં સામેલ લ્યુઇસ મોઇનેટ ઘડિયાળનું નામ સૌથી ઉપર આવે છે. આ ઘડિયાળના કેટલાક ભાગો પૃથ્વી પર નથી મળતા. એવું કહેવાય છે કે આંતરીક્ષ માથી ભેગા કરેલા ભાગોથી આ ઘડિયાળ બનાવવામાં આવે છે. આ ઘડિયાળની કિંમત 28 કરોડ 71 લાખ રૂપિયા છે.
Piaget Emperador Temple: આ ઘડિયાળની કિંમત 21 કરોડ 87 લાખ રૂપિયા છે. આ ઘડિયાળમાં ટોપ ક્લાસના ડાયમેન્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 481 ડાયમંડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Parmigiani Fleurier Tonda 1950 Squelette: સાવ પાતળા ડાયલ અને સ્ટાઇલિશ ડિઝાઇનની આ ઘડિયાળની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. આ ઘડિયાળ સ્ત્રીઓ અને પુરુષો બંને વચ્ચે ખૂબજ લોકપ્રિય છે.
Montblanc Herotage Spirit Orbits Terrarum: આ ઘડિયાળની કિંમત લગભગ 4 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 12 લાખ રૂપિયા સુધી આ ઘડિયાળ ગોલ્ડ એડિશનમાં મળે છે. આ ઘડિયાળ 24 ટાઈમ જોનમાં ખુબજ સારૂ પ્રદર્શન કરે છે.
Lange and Sohne Saxonia Dual Time: આ ઘડિયાળ સવાર છે કે સાંજે તે વિશે સૂચવે છે. આ ઘડિયાળની પ્રારંભિક કિંમત 13 લાખ 75 હજાર રૂપિયા છે.
Van Cleef & Arpels Cadenas: આ ઘડિયાળને ટોપ ક્લાસ જ્વેલરી માનવામાં આવે છે. આ ઘડિયાળની કિંમત 12 લાખ રૂપિયા છે
IWC Portugieser Annual Calendar: IWC કંપનીએ તાજેતરમાં જ આ ઘડિયાળ લોન્ચ કરી છે. આ ઘડિયાળમાં એન્યુઅલ કૅલેન્ડરનો પણ સમાવેશ થાય છે. આ ઘડિયાળની કિંમત લગભગ 11 લાખ રૂપિયા છે.