તમને જાનવરો પ્રત્યે લગાવ છે તો તમને આ પોસ્ટ જરુર ગમશે. જેમાં તમે વિશ્ર્વના સૌથી મોંઘા એવા ૫ પ્રાણીઓ વિશે જાણી શકશો. સામાન્ય રીતે લોકો ઘરમાં કૂતરા, બિલાડી, ગાય વગેરે જેવા પાલતું પ્રાણીઓ પાળતાં હોય છે અને આવા લોકો જે-તે પ્રાણી કેટલા મોંઘા વેચાય છે તેની પરવાહ કર્યા વગર માત્ર શોખ ખાતર તેમને પાળતાં હોય છે. જ્યારે કેટલાંક લોકોનો શોખ તો એનાથી પણ વિશેષ હોય છે કે તેઓ એક લકઝરી ગાડી પણ સસ્તી લાગે તેટલી ઉંચી કિંમતના પ્રાણીઓ પાળતાં હોય છે. આમ, પણ પાળેલાં પ્રાણીને કારણે માણસ તણાવમુક્ત જીવન જીવી શકે છે. આજે તમને દુનિયાના એવા જ સૌથી ૫ મોંઘા પ્રાણીઓ વિશે જણાવિશું, જેની કિંમત જાણીને જ તમારા મોં ખુલ્લાના ખુલ્લાં રહી જશે.
– ગ્રીન મંકી :
નામથી વાંદરો લાગતો હશે પરંતુ આ એક ઘોડો છે, જેની કિંમત આશરે $ 16,00,000સુધીની છે. આ દુનિયાનો સૌથી મોંઘો, દુર્લભ અને સુંદર પ્રાણી છે. તે અમેરિકન રેસને ઘોડો છે જેને વાનિકી તરીકે ઓળખવામાં આવે છે. તેણે પહેલી વખત દોડમાં ૯૧૮ સેક્ધડમાં આઠ માઇલ્સ સુધી દોડ્યો હતો. પરંતુ ત્યારબાદ એક દુર્ધટનામાં તેને ઇજા પહોંચી હોવાથી તે પછી ક્યારેય દોડી નથી શક્યો.
– યુવરાજ :
આ આપણા ભારતના હરિયાણા રાજ્યનો પાડો છે. આની કિંમત આશરે $ 15,00,000જેટલી છે. આટલી મોટી રકમ મળતી હોવા છતા તેના માલિકે તેને વેચવાની ના પાડી દીધી હતી. આ પાડો ૫ ફૂટ અને ૯ ઇંચની લંબાઇ ધરાવે છે. તથા તેનું વજન ૧.૫ ટન જેટલું છે. ઉપરાંત તેને રોજ ૨૦ લિટર દૂધ અને ૧૫ કિલો ફળ ખોરાક તરીકે આપવામાં આવે છે. તેની દેખરેખ માટે ૪ લોકો હંમેશા જ રહેલાં હોય છે.
– મિસ મિસ્સી :
મિસ મિસ્સીએ હોલ્સટીન જાતની ગાય છે તથા તેની કિંમત લગભગ $ 1,200,000જેટલી છે. ખાસ વાત તો એ છે કે આ ગાય સરેરાશ ગાયની તુલનામાં ૫૦% વધુ દૂધ આપે છે. અને એટલે જ તે દુનિયાની સૌથી મોંઘી ગાય છે. ઉપરાંત તેણે વિવિધ પ્રકારની પ્રતિયોગીતા પણ જીતેલી છે.
– તિબ્બટ્ટીયન મસ્ટિફ :
તિબ્બટ્ટીયન મસ્ટિફ એ કૂતરાની એક જાત છે. તથા આ કૂતરાની કિંમત આશરે $ 5,82,000જેટલી છે. આ કૂતરાની લંબાઇ અન્ય જાત કરતાં ઘણી વધુ હોય છે. અને તેની કિંમત પણ ખૂબ ઉંચી હોય છે. આ જાતના કૂતરામાં અત્યાર સુધીમાં સૌથી વધુ લંબાઇ તરીકે ૩૨ ઇંચ જેટલી જોવા મળી છે અને તે ખૂબ ખતરનાક હોય છે. કેટલાક મસ્ટિફ તો વાઘને પણ મારી ચુક્યા છે.
– સર લેંસલોટ એનકરો :
આ દુનિયાનો સૌથી પહેલો ક્લોન કૂતરો છે અને તેની કિંમત લગભગ $ 15,5000જેટલી છે. ફ્લોરિડાના રહેવાસી એડગર અને નીના ઓટા નામના દંપતિ પાસે એક વિશ્ર્વ પ્રસિધ્ધ લેંસલોટ કૂતરો હતો. પરંતુ ૨૦૦૮માં કેન્સરને કારણે તે મૃત્યુ પામ્યો અને બંનેએ તેના ડીએનએનું ક્લોન કરાવવાનું નિર્ણય લીધો. આ રીતે સર લેંસલોટ એનકોરનો જન્મ થયો. ઉપરાંત તે સાન ફાન્સિસ્કોમાં બાયોકલા હરાજીમાં પણ વિજેતા બન્યો હતો.