માનવ જીવનમાં વેક્સિન કેટલી મહત્વપૂર્ણ છે તે આપણને કોરોનાના પ્રકોપ બાદ જાણી ગયા છે,પરંતુ આજ કાલથી નહીં પરંતુ વર્ષો પહેલાથી જ રસિને અમ્રુત માનવમાં આવે છે. આ રસીની મહત્વતા સમજાવવા માટે જ ભારતમાં દર વર્ષે 16 માર્ચેના રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રથમ 15 માર્ચ 1995ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 15મી માર્ચે ભારતમાં પ્રથમ પોલિયો ડ્રોપ આપવામાં આવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલા પોલિયોને કેટલી ગંભીર બીમારી માનવમાં આવતો હતી. 1995માં પોલિયો ડ્રોપ અભિયાન અંતર્ગત ભારતે આ રોગમાંથી મુક્તિ મળી હતી. 2014માં ભારત દેશને પોલિયોથી મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં પણ નવજાત બાળકને આ રસી આપવામાં આવે છે. આ મહત્વપૂર્ણ રસીને લીધે, 15 માર્ચે રાષ્ટ્રીય રસી દિવસ મનાવવામાં આવે છે.

Screenshot 2 20

આ વર્ષે ભારતમાં ‘નેશનલ વેક્સિનેશન ડે’ ઉજવવા માટેનું એક અલગથી કારણ પણ છે. આ દિવસોમાં કોરોના રસીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ‘નેશનલ વેક્સિનેશન ડે’ના એક દિવસ પહેલા 15 માર્ચે, ભારતમાં કોરોના વેક્સિન લેનારા લોકોની સંખ્યા 3 મિલિયનને વટાવી ગઈ હતી. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીથી મૃત્યુઆંક 26 લાખને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં નેશનલ વેક્સિનેશન ડે પર 3 મિલિયન લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવોએ ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે. કોરોના વાયરસ સિવાય પણ ભારતમા ઘણા એવા રોગ છે જેને આપણે માત આપી છે. તો જાણીએ વિશ્વની પ્રથમ વેક્સિનું સંશોધન કોણે અને ક્યારે કર્યું હતું:

national vaccination day 7 jpg

વિશ્વની પ્રથમ રસી 1798માં લગભગ 222 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. તે મહાન વ્યક્તિ એડવર્ડ જેનર છે. જેણે વર્ષો પહેલા અછબડા(Chickenpox)ની રસી શોધી હતી. અછબડા રોગના કારણે ભારતમાં ઘણો વિનાશ સર્જાયો હતો. આ રોગની રસી શોધવી ખૂબ જ મુશ્કેલ હતી. જેનરે ગાયમાં જોવા મળતા પરુમાંથી અછબડાની રસી બનાવી હતી. ત્યારબાદ આ ચેપથી પીડાતા વ્યક્તિના શરીરમાં આ રસી મૂકવામાં આવી. જે વ્યક્તિને રસી આપવામાં આવી હતી તેને સામાન્ય તાવ આવ્યો હતો પરંતુ તેના શરીરમાથી આ ચેપ નાબૂદ થઈ ગયો હતો.

તે વ્યક્તિ પર ફરી પરીક્ષણ કરવામાં આવ્યું, જ્યારે તેના શરીરમાં ફરી અછબડાના વાયરસને ઈંજેક્ટ કરવામાં આવ્યો, ત્યારે તેને ચેપ લાગ્યો નહીં એટલે કે, તેના શરીરમાં રસી એન્ટિબોડી તરીકે કામ કરવા સક્ષમ હતી.

national vaccination day 6 jpg

જેનરે તેના સંશોધનને કારણે ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો. તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ જેનરે કોઇની વાતોમાં ધ્યાન ન આપીને તેણે શાંતિથી પોતાનું સંશોધન પૂર્ણ કર્યું અને આખરે તેની રસી માન્ય ગણાઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.